સુરતમાં ધારૂકા કોલેજની સામે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર અસામાજિક તત્વોનો હુમલો – જુઓ વિડિયો

Published on: 12:49 pm, Tue, 20 September 22

મિત્રો સુરતમાં આવેલી ધારુકા કોલેજની સામે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વાત કરીએ તો આજરોજ સવારે અલ્પેશ કથીરિયા પોતાની બાઇક લઈને કોઈ કામ અર્થે વરાછા રોડ ઉપર જઈ રહ્યા હતા.

આ દરમિયાન રોડ ઉપર એક રીક્ષા ચાલક બેફામ રીતે રીક્ષા ચલાવી રહ્યો હતો. ત્યારે અલ્પેશ કથેરીયાએ બેફામ રીક્ષા ચલાવનાર રીક્ષા ચાલકને કહ્યું કે, રીક્ષા બરોબર ચલાવો કોઈકનું એક્સિડન્ટ થઈ જશે. અલ્પેશ કથારીયા ની આ વાત સાંભળીને રીક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો અને તેને પોતાની રિક્ષામાંથી ડંડો કાઢીને અલ્પેશ કથીરિયા ઉપર પ્રહાર કરવા માટે દોડ્યો.

આ ઘટના બનતા જ અન્ય રીક્ષા ચાલકો ત્યાં ભેગા થઈ ગયા. ત્યારબાદ તમામે મળીને અલ્પેશ કથીરિયા ઉપર હુમલો કરવાના પ્રયાસો શરૂ કરી દીધા. પરંતુ સવારે આ રોડ ઉપર પાટીદાર યુવાનો ધંધાર્થે છતાં હોવાથી અલ્પેશ કથેરીયા ને જોઈને તેઓ વચ્ચે પડ્યા હતા અને અસામાજિક તત્વોને ખેલડી મૂક્યા હતા.

અલ્પેશ કથીરિયાના સપોર્ટમાં લોકોને ભેગા થતા જોઈને આ સામાજિક તત્વોને રેલો આવી ગયું અને તેઓ ઘટના સ્થળે જ પોતાનું વાહન મૂકીને ભાગી ગયા. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની તાજવીજ હાથ ધરવામાં આવી હતી.

કાપોદ્રા પોલીસે રીક્ષા કબજે કરીને અસામાજિક તત્વોની શોધખોળ શરૂ કરી દીધી છે. આ ઘટનામાં કોઈને ઈજા ન થઈ હોવાની જાણકારી સામે આવી છે. વરાછા રોડ પર ખુલ્લેઆમ દાદાગીરી કરતા રિક્ષાચાલકનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં ધારૂકા કોલેજની સામે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર અસામાજિક તત્વોનો હુમલો – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*