ગુજરાતના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વધુ એક ગુજરાતમાં આવનારા હવામાનમાં પલટા અંગેની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનો રાઉન્ડનો હવે માત્રને માત્ર અંત છે ત્યારે આગામી દિવસોમાં તાપમાન પવન અને ભેદને લઈને કેવા ફેરફારો થશે
તે અંગે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તેઓએ તો જણાવી દીધું છે કે રાજ્યમાં બેવડી ઋતુ નો અનુભવ થશે.પરેશ ગોસ્વામી જણાવે છે કે હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે
ત્યારે ગુરુવારે 15 મી ફેબ્રુઆરીએ કરેલી આગાહીમાં તેમને જણાવ્યું કે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ફેરફારો જણાઈ રહ્યા છે. દિવસના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થયો છે અને આગામી બે-ત્રણ દિવસ એટલે કે રવિવાર સુધી તેમાં વધારો થતો જશે તેવી સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
પવનની ગતિ અંગે વાત કરીને પરેશ ગોસ્વામી જણાવે છે કે પવનની ગતિ હાલ સામાન્ય કરતાં 1 પોઇન્ટ વધારે ચાલી રહી છે અને હાલ રાજ્યમાં પવનની ગતિ 11 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની છે ને 20 તારીખ સુધી પવનો આ મુજબના જોવા મળે તેવી શક્યતા છે. આમ થવાથી રાત્રિના તાપમાનમાં શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે સવારે ગરમી અનુભવાય રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment