ગુજરાતના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં હવામાન અંગે એક આગાહી કરવામાં આવી છે જેમાં તેઓ દ્વારા પવન ઠંડી અને વરસાદને લઈને આગાહી કરી છે ત્યારે આવનારા અઠવાડિયાની અંદર ગુજરાત રાજ્યમાં હવામાનમાં કેવા કેવા ફેરફારો આવી શકે છે તેની વિશે તેઓએ આગાહી કરી છે.
પરેશ ગોસ્વામી જણાવે છે કે પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વ ની હોવી જોઈએ અને તેના બદલે પશ્ચિમની કે ઉત્તર પશ્ચિમની હતી જેના કારણે તાપમાન બે દિવસ ઊંચુ આવ્યો અને આજથી પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વ ની થવાની તેમને આગાહી કરી છે અને પવનની દિશા બદલવાની સાથે તેઓએ છુટા છવાયા ઝાપટા થવાની સંભાવના વ્યક્ત કરે છે.
સવારે ઠંડી અને બપોરના સમય ગરમીનો માહોલ વચ્ચે હવે માવઠાની સંભાવનાઓ જોવાઈ રહી છે ત્યારે પરેશ ગોસ્વામી એ જણાવ્યું કે ઉત્તર ભારતથી વેસ્ટન ડીસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે તેવામાં પવનની દિશા બદલાતા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ તથા કચ્છ જિલ્લામાં છુટાછવાયા સામાન્ય ઝાપટા ચાર
અને પાંચ ફેબ્રુઆરી દરમિયાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જોકે મોટા માળખા થવાની સંભાવના નથી તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે.હવામાન નિષ્ણાંત જણાવે છે કે પાંચ ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરીની વચ્ચે એક શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે જેમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે.પરેશ ગોસ્વામી રાજ્ય પર
માવઠાની સંભાવના અંગે વાત કરતા જણાવ્યું છે કે 10 મી ફેબ્રુઆરી થી રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો આવી શકે છે જેમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ થવાની શક્યતા છે જેમાં વધુ ઘાટા વાદળો થાય તો માવઠું પણ થઈ શકે છે પરંતુ આ અંગે ચોક્કસ સંભાવનાઓ આગામી દિવસમાં વ્યક્તિ કરવાની તેઓએ વાત કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment