કોંગ્રેસના દિગ્ગજ નેતા ઈમરાન ખેડાવાલા ના રાજીનામા અંગે પરેશ ધાનાણીએ આપ્યું મહત્વનું નિવેદન, જાણો વિગતે.

Published on: 11:21 am, Tue, 9 February 21

એક જ વર્ષમાં છ લોકોને મેન્ડેટ કોંગ્રેસ પાર્ટી આપતા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ પક્ષમાંથી નારાજ થઈને તેઓ એ નારાજગી વ્યક્ત કરતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ને પોતાનું રાજીનામું આપ્યું હતું.

પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ના રાજીનામાનો અસ્વીકાર કર્યો છે.આ જાહેરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ કરી હતી.વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે.

છેલ્લા 25 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીતિઓ સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નો જંગ સમગ્ર ગુજરાતમાં છેડાયો છે.કોર્પોરેશન ચૂંટણી માં ક્યાંક ભોગોલિક સમીકરણોને ધ્યાનમાં લેતા સારા કાર્યકર્તાઓને સમાવી શકાય નહિ.

આ કારણે ઈમરાન ખેડાવાલા એ પક્ષ થી નારાજ થઈ રાજીનામું આપી દીધું હતું.પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે મને વિશ્વાસ છે કે ઇમરાન પણ પાર્ટીના કાર્યકર્તા છે.ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીતિઓની સામે.

મજબૂતાઈથી વિધાનસભા ની અંદર અને બહાર લડતા રહ્યા છે.પાયાના કાર્યકર્તાઓની લાગણી દબાઈ હોય તો તેનો પડઘો આગેવાનો સામે પડે છે.જો તેમ ના કાર્યકર્તાઓ ને એવું લાગ્યું હશે.

તો તેઓને આવનારા દિવસોમાં સંગઠન ની અંદર વિશેષ સન્માન આપવામાં આવશે અને ઈમરાન ખેડાવાલા ના રાજીનામાનો પ્રદેશ પ્રમુખે અસ્વીકાર કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોંગ્રેસના દિગ્ગજ નેતા ઈમરાન ખેડાવાલા ના રાજીનામા અંગે પરેશ ધાનાણીએ આપ્યું મહત્વનું નિવેદન, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*