હાલમાં બનેલી એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ ઝટકામાં માતા-પિતા અને દીકરાનું મહત્વ થયું છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે મોત થતા ચારેય બાજુમાં તમે છવાઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના નેશનલ હાઈવે જયપુર-જબલપુર 52 પર બની હતી. હાઈવે રોડ ઉપર એક ટ્રક ચાલકે બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર લગાવ્યા બાદ ટ્રક ચાલક બાઈક પર સવાર માતા-પિતા અને દીકરાને 100 મીટર સુધી પોતાની સાથે ઘસડી ગયો હતો. વિગતવાર વાત કરે તો પરિવારના સભ્યો રાજગઢના ખિલચીપુરમાં એક સંબંધીના ઘરે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બાઈક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં સાંજના સમયે તેમને અકસ્માત નડ્યો હતો.
અકસ્માતાની ઘટનામાં બાઈક પર સવાર 30 વર્ષીય હરેશ મેહરા, તેમની 27 વર્ષીય પત્ની લસ્તના મહેરા અને બે વર્ષના દીકરા કાવ્યાશનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતની ઘટનામાં પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે બાઈક પર જઈ રહેલા પરિવારને કચડી નાખ્યા હતા. આ દરમિયાન ટ્રક ચાલક લગભગ 100 મીટર સુધી પરિવારના ત્રણેય સભ્યોને પોતાની સાથે ઘસડી ગયો હતો.
ત્યારબાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બનતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ રસ્તામાં પડેલા ત્રણેય લોકોના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
ઘટનાની જાણ થતા જ મૃત્યુ પામેલા લોકોને પરિવારના લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા. ત્યાં મૃતદેહ જોઈને પરિવારના સભ્યોએ હૈયાફાટ રુદન કર્યું હતું. ત્યારબાદ સાંજના છ વાગ્યાની આસપાસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ત્રણેયના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલક ઘટના સ્થળે ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રક કબજે લઈને ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે. મામાના ઘરે જતા ભાણીયા અને જમાઈનું મૃત્યુ થતાં પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment