ધોરણ 10 માં અભ્યાસ કરતી દીકરીએ ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી, હોસ્પિટલમાં દીકરીની તડપી તડપીને દર્દનાક મોત… માતા-પિતાનું હૈયાફાટ રૂદન…

Published on: 11:04 am, Sat, 11 February 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આ પ્રકારનું પગલું વધારે ભરી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ અગમ્યા કારણોસર પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે.

મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીનીએ ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે વિદ્યાર્થીનીની અચાનક જ તબિયત બગડવા લાગી અને તે બેભાન થઈ ગઈ. ત્યારબાદ પરિવારના લોકો તેને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. આખા શરીરમાં ઝેરી દવા ફેલાઈ જવા ના કારણે અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીનું તડપી તડપીને મોત થયું હતું.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના ગુરૂવારના રોજ ગ્વાલિયરમાં બની હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. વિદ્યાર્થીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મૃત્યુ પામેલી વિદ્યાર્થીની ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી અને તેની ઉંમર 18 વર્ષની હતી.

વિદ્યાર્થીનીનું નામ નિશા હતું. ગુરૂવારના રોજ એટલે કે 9 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે અગમ્ય કારણોસર નિશાએ પોતાના ઘરમાં રાખેલી ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ નિશાની તબિયત બગડી ગઈ હતી અને તેને ઉલટીઓ થવા લાગી હતી. તેથી પરિવારના લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે હોસ્પિટલ દોડી આવી હતી. ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીના પિતાએ જણાવ્યું કે, દીકરી આ પગલું ભર્યું ત્યારે તેઓ કામ પર બહાર ગયા હતા. જ્યારે ફોન આવ્યો હતો કે દીકરીએ ઉંદર મારવાની દવા પી લીધી છે.

પછી હું દોડતો દોડતો ઘરે પહોંચ્યો ત્યારે દીકરીને ઉલટીઓ થઈ રહી હતી. દીકરીએ આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ધોરણ 10 માં અભ્યાસ કરતી દીકરીએ ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી, હોસ્પિટલમાં દીકરીની તડપી તડપીને દર્દનાક મોત… માતા-પિતાનું હૈયાફાટ રૂદન…"

Leave a comment

Your email address will not be published.


*