11 વર્ષના બાળકે અન્ન અને જળ ત્યાગીને સંથારો લીધો, માસુમ દીકરાએ પોતાના અંતિમ સમયમાં પોતાની માતાને એવા શબ્દો કીધા કે… સાંભળીને તમારી આંખો પણ આંસુથી ભરાઈ જશે…

Published on: 12:08 pm, Sat, 11 February 23

હાલમાં અજમેરમાંથી એક ભાવુક કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં 11 વર્ષના ભવ્ય નામના જૈન બાળકને બ્રેઇન ટ્યુમર થયું હતું. ભવ્ય જ્યારે સાત વર્ષનો હતો ત્યારે તેની આ બીમારી ડિટેક્ટ થઈ હતી. રમવા કુદવાની અને ભણવા ગણવાની ઉંમરમાં ભવ્યાના શરીર ઉપર બીમારી હાવી થઈ ગઈ હતી પરંતુ તેના મન પર બીમારી હાવી થઈ શકે નહીં. નાની ઉભરે દીકરાને આ બીમારી હોવાના કારણે માતા-પિતા પણ ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા.

તેવામાં એક દિવસ ભવ્ય અચાનક જ પોતાના માતા પિતાને કહે છે કે, મારે સંથારો લેવો છે. જૈન સમાજના સાધુ-સાઘ્વી ભગવંતોની પરવાનગી હોય તો જ સંધારો લઈ શકાય છે. સાધ્વીઓએ માત્ર 11 વર્ષના ભવ્યને સંથારો લેવાની અનુમતિ આપી દીધી હતી. ત્યારબાદ ભવ્યએ અન્ન અને જળનો ત્યાગ કરી દીધો હતો. દીકરાની આવી હાલત જોઈને માતા જ્યારે તેની બાજુમાં બેસતી હતી.

જ્યારે ભવ્ય પોતાની માતાને કહેતો હતો કે, મમ્મી રડતા નહીં, મને હસતા હસતા વિદાય આપજો. સૌથી નાની ઉંમરમાં સંથારો લેવાનો આ કદાચ પહેલો કિસ્સો હશે. માસુમ ના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને ત્યાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. ત્યાં હાજર સૌ કોઈ લોકો સંથારો લેનાર ભવ્યાને મોક્ષ મળે તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે માત્ર 11 વર્ષનો ભવ્ય છેલ્લા ચાર વર્ષથી બ્રેઇન ટ્યુમર થી પેડિત હતો. ગુરૂવારના રોજ સંથારો લેતા પહેલા ભવ્ય તેની માતાને કહ્યું હતું કે, રડશો નહીં હસીને વિદાય આપજો. લગભગ બપોરે 1.30 વાગ્યાની આસપાસ ભવ્ય એ સંધારો લીધો હતો. અને લગભગ 8.15 વાગ્યાની આસપાસ ભવ્યએ અંતિમ શ્વાસ લીધા હતા. દીકરાનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. શુક્રવારના રોજ સવારે 9:30 વાગ્યાની આસપાસ ભવ્યાની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો અને અન્ય લોકો પણ જોડાયા હતા.

મળતી માહિતી અનુસાર ભવ્યની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. સારવાર કરનાર ડોક્ટરે જણાવ્યું કે હવે હાથમાં કાંઈ રહ્યું નથી ત્યારબાદ ગુરુવારના રોજ તેને ઘરે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ભવ્ય એ પહેલીવાર પોતાના પરિવાર સમક્ષ સંથારો લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ સમાજના મહાસતી સુશીલા કંવર, સરલેશ કંવર અને વિમલેશ કંવર સહિતના સાધ્વીઓએ જેને રીતી રિવાજ મુજબ ભવ્યને સંતાનો આપ્યો હતો.

સંધારો લીધાના થોડાક કલાક બાદ ભવ્યએ અંતિમ શ્વાસ લીધા હતા. ભવ્યાના પિતાએ જણાવ્યું કે, 11 વર્ષનો ભવ્ય તેમનો એકનો એક દીકરો હતો. 2019 માં તેને મગજનું ટ્યુમર થયું હતું. અમદાવાદ સહિત અનેક શહેરોમાં અમે ભવ્યની સારવાર કરાવી, પરંતુ તેને તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો આવ્યો નહીં. વધુમાં ભવ્યાના પિતાએ જણાવ્યું કે દાદા દાદી અને પિતા તેમજ માતાની એકતા અને ભવ્યના નિર્ણય પર અમને ગર્વ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "11 વર્ષના બાળકે અન્ન અને જળ ત્યાગીને સંથારો લીધો, માસુમ દીકરાએ પોતાના અંતિમ સમયમાં પોતાની માતાને એવા શબ્દો કીધા કે… સાંભળીને તમારી આંખો પણ આંસુથી ભરાઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*