પાન મસાલા ને લઈને દુખદ સમાચાર સામે આવ્યા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કાઉન્સિલની 41 ની બેઠક 27 ઓગસ્ટે થઈ શકે છે. જીએસટી કાઉન્સિલ ની આ બેઠકનો એક માત્ર એજન્ડા કમ્પેન્સેશન જરૂરિયાતને પૂર્ણ કરવાના ઉપાયો પર રહેશે. આ સિવાય આ બેઠકમાં કમ્પેન્સેશન ફંડ ને વધારવા માટે ત્રણ શિર્ષ ભલામણ પર ચર્ચા કરવાની સંભાવના છે.CNBC-TV18 સૂત્રો ની મળેલી જાણકારી અનુસાર,જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક રાજ્યો દ્વારા અહિતકારી સામાન એટલે કે સીન ગુદસ સેસ વધારવાનો પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના સેવાઈ રહી છે.
સીન ગુડસ પર સેસ વધારવા માટે ભલામણ કરવામાં પંજાબ, છત્તીસગઢ, ગોવા ,દિલ્હી જેવા રાજ્યો સામેલ છે. જો આ ભલામણ સ્વીકારી લેવામાં આવશે તો પાન મસાલા ,સિગરેટ મોંઘા થવાની પૂરી સંભાવના છે. હાલના જીએસટી રેટ સ્ટ્રક્ચર અનુસાર, કેટલા સીન ગુડ જેમાં સિગરેટ પાન મસાલા અને અેરેટેડ પેય સામેલ છે,તેના પર સેસ લાગે છે.સીન ગુડ સિવાય કાર જેવા લક્ઝરી ઉત્પાદનો પર પણ સેસ લગાવવામાં આવી શકે છે.
હાલના સમયમાં પાન મસાલા પર 100 ટકા સેસ લગાવવામાં આવે છે અને સેસ નિયમો અનુસાર, વધારેમાં વધારે 130 ટકા સેસ વધારી શકાય છે.જેનો મતલબ છે કે જીએસટી કાઉન્સિલ જો નિર્ણય લેતો પાન મસાલા પર 30 ટકા સેસ વધી જશે. આ પ્રકારે, અેરેટેદ પેય પર 12 ટકા સેસ લાગે છે અને કાયદામાં શેષ લગાવવાની સીમા 15 ટકા છે.જેથી આના પર જીએસટી કાઉન્સિલ નિર્ણય લેતો ત્રણ ટકા વધારે સેસ જોડવામાં આવી શકે છે.
આ મામલો જોતાં અને સમજતા તો જીએસટી કાઉન્સિલ અન્ય રાજ્યની ભલામણ સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં પાન મસાલા અને સિગરેટ ના ભાવ માં વધારો થઇ શકે છે. જે વ્યસનના શોખીનો માટે ચોંકાવનારા અને દુખદ સમાચાર છે.
Be the first to comment