પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય, આ પાકના ખેડૂતોને મળશે હવે ઊંચા ભાવ

Published on: 9:00 am, Thu, 20 August 20

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આવતીકાલે થયેલી ખેડૂતો માટેની બેઠકમાં સરકાર દ્વારા શેરડી નો પાક કરતા ખેડૂતો ને લઈને મોટો અને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો હવે તેમના શેરડીના પાક માટે વધારે ભાવ લઈ શકશે. નાણાકીય વર્ષ 2020-21 માટે સરકારે શેરડી ના એફ આર પી માં ક્વિન્ટલ દિઠ ₹10 વધારો કરવાની મંજૂરી આપેલ છે. આપણે જણાવી દઈએ કે એફ આર પી એ ભાવ છેકે જેના આધારે સુગર મિલ ખેડૂતો પાસેથી શેરડી ખરીદે છે. આ સિવાય સુગર વર્ષ 1 ઓક્ટોબર થી ચાલુ થાય છે અને પછીના વર્ષ 30 સપ્ટેમ્બરે પૂરું થાય છ.

ગયાવર્ષે શેરડીના પાકમાં વધારો ન થવાથી ખેડૂતો સરકાર સમક્ષ ખૂબ ગુસ્સે થયા હતા . પરંતુ, આ વર્ષે મોદી સરકારના આ નિર્ણય બાદ ખેડૂતો પ્રતિ ક્વિન્ટલ દિઠ 285₹ નો ભાવ મેળવશે. જણાવી દઈએ કે એફ આર પી સિવાય રાજ્ય સરકાર પણ ખેડૂતો માટે ભાવ નક્કી કરી શકે છે. તેને રાજ્ય સૂચિત ભાવ કહેવામાં આવે છે. ગયા વર્ષે 2019-20 માં ઉત્તરપ્રદેશ સરકારે શેરડીનો ક્વિન્ટલ દીઠ ભાવ ₹325 નક્કી કર્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં વર્ષ 2020-21 માટે શેરડીના ખરીદી ના મૂલ્યમાં વધારો કરવામાં આવ્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ખરીદી મૂલ્યમાં રૂપિયા પ્રતિ દસ કવિન્ટલ દિઠ વધારો થવાની સંભાવના છે.વધારા બાદ ખરીદી મૂલ્ય 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ દીઠ થઈ જશે. 2019-20 માં 2018-19 ની તુલના માં ખરીદી મૂલ્યમાં કોઈ બદલાવ નથી કરાયો . આપણે જણાવી દઈએ કે શેરડીના ભાવમાં થયેલા વધારાના વિશે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

Be the first to comment on "પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય, આ પાકના ખેડૂતોને મળશે હવે ઊંચા ભાવ"

Leave a comment

Your email address will not be published.


*