પાકિસ્તાન ના વડાપ્રધાન ઇમરાન ખાન ની ખુરશી જોખમ માં….. જાણો વિગતવાર

384

પાકિસ્તાન ના વડાપ્રધાન ઇમરાન ખાને પોતાના પ્રધાનમંડળમાં જ વિરોધ ચાલુ કર્યો. કેટલાક મીડિયા અહેવાલોમાં આ બાબતે દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાન મીડિયા તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિદેશ પ્રધાન શાહ મહેમદ કુરશી અથવા કેન્દ્રીય વિકાસ પ્રધાન અસદ ઉંમર આગામી વડાપ્રધાન હોઇ શકે છે.

જીયો ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે ખુરશી અને ઉમર બને એવું ઈચ્છે છે કે ઇમરાન પોતાના મંત્રીમંડળના અને ખાસ એવા ફવાદ ચોધરી ને મંત્રીમંડળમાંથી દૂર કરે. આ વાત માટે ઇમરાન ખાન પોતે તૈયાર નથી અને આ મુદ્દે વધારે વાત કરીએ તો પુરુષે ઈમરાન સામે વિરોધ કરતાં કહ્યું કે ઇમરાન કુરસી અથવા ઉમર બંનેમાંથી વડાપ્રધાનને ચોઈસ કરે.

કુરેશી અને ઉંમર ઇમરાન ખાન થી નારાજ છે, કારણકે ઇમરાન ખાન ના મંડળમાં મોટાભાગે દરેક ની માંગણી છે કે મંત્રીમંડળમાંથી ફવાદ ચૌધરીને દૂર કરવામાં આવે. ઇમરાન ખાને આ બાબતે ચોક્કસ રીતે ના પાડી દીધી છે. વધારે માહિતી મળતા એવું જાણવા મળ્યું છે કે મંત્રી મંડળ ના દરેક લોકો કહી રહ્યા છે કે ચૌધરી ના ભ્રષ્ટાચારના કારણે દેશની સરકાર નું નામ બગડે છે.

આ પરથી ચોક્કસ રીતે એવું જાણવા મળ્યું છે કે ઇમરાન ખાન નું મંત્રીમંડળ જ તેનાથી દૂર થઈ રહ્યું છે. જે કારણસર ઇમરાન ખાનની ખુર્શી જોખમ માં હોય એવું અમુક અંશે જોખમમાં દેખાય રહિયુ છે.