સુરતમાં શરૂ થઈ ઓકસીજન એકસપ્રેસ, લોકોને ઘરે બેઠા જ મળશે ઓકસીજન ની સુવિધા.

થોડા દિવસ પહેલાં અમેરિકામાં દક્ષિણ ગુજરાતના ગુજરાતી સમાજ દ્વારા યુનાઇટેડ વી બ્રીથ ના સહયોગથી સુરત અને બારડોલીને ઓકસીજન સુવિધાની મદદ કરવા માટે 200 જેટલા ઓક્સિજન મશીન નો જથ્થો પૂરો પાડવામાં આવ્યો હતો. જેમાંથી 100 ઓકસીજન મશીન સુરતની સ્મીમેર હોસ્પિટલ ને જ્યારે બાકીના 100 ઓકસીજન મશીન બારડોલી ને ફાળવવામાં આવ્યા હતા.

સુરત મહાનગરપાલિકાએ ઓક્સિજન એક્સપ્રેસની સુવિધા ઊભી કરી છે. સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં જે ઓકસીઝન મશીન બનાવવામાં આવ્યા છે તેનો ઉપયોગ કરીને સુરત મહાનગરપાલિકાએ ઓકસીજન એક્સપ્રેસ ની સુવિધા ઊભી કરી છે જેથી ઘરે રહેલા કોરોના ના દર્દીઓ ને ઓકસીજન ની જરૂર પડે.

તો આ ઓકસીજન એકસપ્રેસ દર્દીને ઘર સુધી તેની સેવા પૂરી પાડશે. સુરત મહાનગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબર 18001238000 અને ઇમેઇલ એડ્રેસ smc.oxygenexpress@gmail.com જાહેર કરવામાં આવ્યો છે જેના પર સંપર્ક કરીને સુરતીઓ આ સુવિધાઓ મેળવી શકશે.ઘરે બેઠા કોરોના સંક્રમિત દર્દીઓને આ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, મેયર હેમાલી બોઘાવાળા અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા આ ઓકસીજન એક્સપ્રેસને લીલી ઝંડી આપવામાં આવી હતી. પાલ અને ઉમરા હેલ્થ સેન્ટર દ્વારા આ ઓકસીજન એકસપ્રેસ તૈયાર કરવામાં આવી છે.

નોંધનીય છે કે હવે કોરોના ના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે તેવામાં કોરોના ના દર્દીઓ ઘરે બેઠા સારવાર લઈ રહ્યા છે તેવામાં જો દર્દીને ઓકસીજન ની જરૂરિયાત ઊભી થાય તો આ ઓકસીજન એકસપ્રેસ મદદરૂપ સાબિત થઈ શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*