વાવાઝોડા બાદ કપાસના ભાવ માં ફૂલ તેજી, જાણો ગઇકાલ નો કપાસ નો સૌથી ઊંચો ભાવ.

Published on: 4:49 pm, Fri, 28 May 21

ગુજરાતમાં કોરોનાવાયરસ ના કેસ ઓછા થતાં ધીમે ધીમે માર્કેટયાર્ડ શરૂ થવા લાગી છે. કપાસની હરાજી ખૂબ જ ઓછી થઈ રહી છે. મહેસાણાના કડીમાં કપાસની આવક હવે સાવ બંધ થઇ ચૂકી છે. મહારાષ્ટ્ર ના કપાસની સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રમાં છૂટીછવાઈ આવક થઈ રહી છે.

જેના ભાવ 1150 થી 1160 હતા જયારે મહારાષ્ટ્ર ના સારા કપાસ ના ભાવ 1350 થી 1365 બોલાતા હતા જયારે મેઈન લાઈન ના કપાસના 1240 થી 1260 બોલાયા હતા. સૌરાષ્ટ્ર માં સોમવારથી બધા જ યાર્ડ ચાલુ થયા હોવાથી કપાસના કામકાજ વધ્યા હતા પણ જીનર્સો ને બહુ કપાસ મળ્યો ન હતો.

કારણ કે ખેડૂતો પાસે હવે સારી ક્વોલિટીના કપાસ બચ્યા નથી જેને કારણે કપાસના ભાવ મણે 20 થી 25₹ વધ્યા હતા. કપાસ માં બેસ્ટ સુપર કવોલિટી એટલે કે 35 ઉપરના ઉતારાવાળા કપાસના ભાવ 1410 થી 1425 બોલાતા હતા.

એવરેજ સુપર કવોલિટી ના 1390 થી 1400 અને મિડિયમ કવોલિટી ના 1350 થી 1365 બોલાયા હતા. રાજકોટ કપાસ નો સૌથી ઊંચો ભાવ 1444 બોલાયો હતો. અન્ય માર્કેટયાર્ડના કપાસ ના ભાવ ની વાત કરવામાં આવે.

તો અમરેલી 500 થી 1372,જસદણ 1150 થી 1375,બોટાદ 1000 થી 1389,ગોંડલ 1011 થી 1356,જામજોધપુર 1150 થી 1375,ભાવનગર 1160 થી 1322,જામનગર 800 થી 1375,બાબરા 1210 થી 1350,તળાજા 1000 થી 1172,વિસનગર 750 થી 1400,વિજાપુર 1080 થી 1268 માં જોવા મળ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વાવાઝોડા બાદ કપાસના ભાવ માં ફૂલ તેજી, જાણો ગઇકાલ નો કપાસ નો સૌથી ઊંચો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*