રાજ્યના ખેડૂતોને ઇતિહાસ માં પહેલી વાર મળશે આટલા રૂપિયા, રૂપાણી સરકારે ગઈકાલે કરી મહત્વની જાહેરાત.

Published on: 5:32 pm, Fri, 28 May 21

રાજ્ય ની રૂપાણી સરકારે 500 કરોડ રૂપિયાનું ઐતિહાસિક તાઉતે વાવાઝોડા નુકશાન ભરપાઈ માટે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.ગુજરાત માં સૌથી વધુ નુકશાન અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, નવસારી અને ભરૂચ જિલ્લા માં થયું છે. આ જિલ્લા સહિત ગુજરાત ના 86 તાલુકાના ખેડૂતોને સહાય આપવામાં આવશે. ગુજરાત ના 86 તાલુકામાં સર્વે ની કામગીરી હાથ ધરી પૂર્ણ કરવામાં આવી છે.

કામગીરી બાદ એક અઠવાડિયામાં અસરગ્રસ્ત ધરતીપુત્રો ના ખાતામાં ડી.બી.ટી સહાય જમા કરવામાં આવશે. ગુજરાત માં નુકસાનીનો સમગ્ર સર્વે જ સપ્તાહ માં પૂર્ણ કરવાનો રેકોર્ડ ગુજરાતે બનાવ્યો છે તેવું પણ વિજય ભાઈએ જણાવ્યું હતું.

ગઈકાલે કોર કમિટી ની બેઠક માં મુખ્યમંત્રી વિજય રૂપાણી ની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કૃષિ મંત્રી આર સી ફળદુ, ઉજા મંત્રી સૌરભભાઇ પટેલ તેમજ ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા ની ઉપસ્થિતિ માં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ હતુ,

કે તાઉતે વાવાઝોડા માં કારણે સૌથી વધુ અસર ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ આ પાંચ જિલ્લાઓ સહિત દક્ષિણ ગુજરાત ના નવસારી, સુરત, વલસાડ, ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં થઈ છે. રાજ્યના 86 તાલુકાઓમાં અંદાજે બે લાખ હેકટર વિસ્તારમાં કૃષિ અને બાગાયત પાકોને વધુ નુકશાન થયું છે.

17 મે ની રાત્રિએ આવેલા વાવાઝોડા માં આંબા, નાળિયેરી, લીંબુ, ચીકુ જેવા વૃક્ષો પડી જવાને કારણે મૂળ સહિત ઉખડી જવાથી કાયમી નાશ પામવાના કિસ્સા માં રાજ્ય સરકારે હેકટર દીઠ મહત્તમ રૂપિયા 1 લાખ ની સહાય અને વધુ માં વધુ બે હેકટર ની મર્યાદામાં સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે ₹95, 100 ની સહાય આપવામાં આવશે. અંશતઃ નુકશાન પામેલા મકાનો માટે 25000 ની સહાય આપવામાં આવશે. ઝૂંપડાઓ માટે 10000 ની સહાય આપવામાં આવશે. પશુ રાખવાની જગ્યા ના નુકશાન માટે 5000 ની સહાય કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યના ખેડૂતોને ઇતિહાસ માં પહેલી વાર મળશે આટલા રૂપિયા, રૂપાણી સરકારે ગઈકાલે કરી મહત્વની જાહેરાત."

Leave a comment

Your email address will not be published.


*