Surendranagar organ donation: અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થાય છે જેમાં લોકો અંગદાન કરી રહ્યા છે. આવું જ એક અંગદાન(organ donation) પાટડીના જરવલા ગામની સત્તાવન વર્ષની મહિલાનું બ્રેઈનડેડ(brain dead) થતા અંગદાન થકી પાંચ ને નવજીવન આપ્યું હતું. જેના પગલે હોસ્પિટલમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા, પાટડી પાસેના જરવલા ગામની 57 વર્ષની મહિલાનું બ્રેઈનડેડ થયું હતું.
જેમની કિડની, આંખ, લીવર, ફેફસા સહિતના પાંચ અંગોનું દાન કરવામાં આવ્યું હતું. વિગતવાર જાણીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જરવલા ગામના 57 વર્ષના કંચનબેન લક્ષ્મણભાઈ પટેલ રોડ અકસ્માતમાં મગજને ગંભીર ઇજાઓ થતા બ્રેઇન હેમરેજ થયું હતું. છેવટે તબીબોએ તેમને બ્રેઈનડેડ જાહેર કરતા પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો.
ત્યારે અમદાવાદમાં સરખેજ ગાંધીનગર રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં અંગદાન માટે તેમના મૃતદેહને લાવવામાં આવ્યો હતો. મૃતદેહને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે હોસ્પિટલના ફ્લોર પર જાણ્યા અજાણ્યા સૌ લોકોએ છેલ્લી પ્રાર્થના કરી હતી.
કંચનબેન ની કિડની, આંખ, લીવર, ફેફસા સહિતના પાંચ અંગોનું દાન કરવામાં આવતા પાંચ લોકોને નવું જીવન પ્રાપ્ત થશે. ત્યારે દેશ અને દુનિયામાં અંગદાન બાબતે ખૂબ જ જાગૃતિ લાવવાની જરૂર છે. હાલમાં લીવર અને કિડનીની ગંભીર બીમારીથી પીડાતા લાખો લોકો જીવન મરણ વચ્ચે ઝૂમી રહ્યા છે.
જન્મ થયો ત્યારથી અંધાપા નો ભોગ બનેલા લોકો સાત રંગોની દુનિયા નહીં જોઈ શકવાની લાચારી ભોગવી રહ્યા છે. ત્યારે રણકાંઠાના છેવાડાના એક નાનકડા ગામના સ્વ. કંચનબેન ના અંગદાન નો નિર્ણય કરનારા સગા સંબંધી હોય અનોખી મિસાઈલ રજૂ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment