રામાનંદ સાગરની લોકપ્રિય ગાથા રામાયણ ફરી એકવાર ટેલિવિઝન પર આવી રહી છે.1987 માં રામાયણ દૂરદર્શન પર રજૂ કરવામાં આવી હતી અને તે પાછલા લોકડાઉન માં દૂરદર્શન પર ફરીથી બતાવવામાં આવી હતી ત્યારબાદ તેને ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા.
રામાયણ ગાથા ના કલાકારો આખા ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. અરુણ ગોવિલ પ્રભુ શ્રીરામની ભૂમિકા ભજવી હતી. દીપિકા ચિખલિયા એ માતા સીતાની ભૂમિકા ભજવી હતી અને સુનીલ લાહરી એ લક્ષ્મણની ભૂમિકા ભજવી હતી.
અરવિંદ ત્રિવેદી રાવણ અને દારા સિંહે હનુમાનની ભૂમિકા ભજવી હતી અને લોકો આજે પણ આ ગાથાને જોવાનું પસંદ કરી રહ્યા છે. રામાયણ હવે ગુરુવારથી કલર્સ ચેનલ પર દેખાશે અને ભગવાન શ્રીરામની જીવન ચરિત્રથી પેરિત છે.
તેને અનેક એપિસોડમાં બનાવવામાં આવી છે જોકે 2020 માં અને ટૂંકું કરવામાં આવ્યું હતું આમ છતાં લોકપ્રિયતામાં કોઈ કમી આવી નથી. હવે અને ધ્યાનમાં રાખીને કલર ચેનલ એ ફરી એકવાર રામાયણને ટીવી પર લાવવાનો નિર્ણય લીધો છે.
અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયા આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે અને તેઓ લોકોને દિમાગ પર એક અમીટ છાપ છોડી ચૂક્યા છે. અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયા એ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને રામાયણ ની વિશેષતા વર્ણવી છે.
આ સાથે તેમાંથી ઘણું શીખવા ની વાત પણ કરવામાં આવી હતી અને રામાયણ રામાનંદ સાગર ખૂબ જ વિગતવાર થી બનાવી છે. તેના દરેક પાત્રોને જીવંત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને આના કારણે દરેક વ્યક્તિ તેને ખૂબ જ પસંદ કરે છે.
1987ના સમયમાં તો આ શો એટલો પસંદ કરવામાં આવ્યો હતો કે જ્યારે તે પ્રસારિત થાય છે ત્યારે રસ્તા પર અ ઘોષિત કરફ્યુ લાગી જતો અને દરેક લોકો તેને ખૂબ જ ઉત્સાહથી જોતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment