આભાર ગુજરાત મદદ માટે, જાણો ગુજરાતીઓ ધૈર્યરાજસિંહ ને 16 કરોડ નું ઇન્જેક્શન આપવામાં આવ્યું કે નહિ ?

121

સ્પાઈનલ મરક્યુલર એટ્રોફી ફેકટ શીટ 1 નામક દુર્લભ બીમારીથી પીડાતા ધૈર્યરાજ માટે અમેરિકાથી ઇન્જેક્શન આવી જતાં મુંબઈની હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે. ધૈર્યરાજસિંહ ને મુંબઈ ખાતે ઈન્જેક્શન આપવામાં આવી ગયું છે.

અને મુંબઈની હિન્દુજા હોસ્પિટલ ખાતે ધૈર્યરાજ ને રૂપિયા 16 કરોડની કિંમતનું ઈન્જેકશન નો ડોઝ આપવામાં આવ્યો હતો અને હાલમાં ધૈર્યરાજ ની તબિયત સારી હોવાનું ડોક્ટરનું કહેવું છે અને ડોક્ટરના ઓબઝવેશનમા રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઇન્જેક્શનના ફંડ માટે લોકોએ મુહિમ ચલાવી હતી અને ધૈર્યરાજ ને બચાવવા લોકોએ દિલ ખોલીને દાન પણ આપ્યું હતું. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા ચાર મહિનાના બાળકને મુંબઈની હોસ્પિટલમાં 16 કરોડનું ઇન્જેક્શન આપવામાં આવ્યું છે.

ઇન્જેકશન આપવામાં આવ્યા બાદ આ બાળકનો જીવ બચાવવામાં દાન આપનાર તમામ ગુજરાતીઓ નો આભાર માન્યો હતો. આ બાળકને એસએમએ 1 નામની દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યો હતો જેને બચાવવા માટે 16 કરોડ રૂપિયાની કિંમતનું ઇન્જેક્શન લગાવવું જરૂરી હતું.

જોકે એક મધ્યમ વર્ગીય પરિવાર પાસે આટલા પૈસા ક્યાંથી હોય તેથી તેના પિતાએ ઇમ્પેકટ ગુરુ નામના એનજીઓ માં ખાતું ખોલાવીને દાન માટે અપીલ કરવાનું નક્કી કર્યું હતું. જેમાં આ બાળક માટે 16 કરોડથી પણ વધારે દાન મળ્યું હતું.

મીડિયાની મદદથી સમાચાર ખૂણે-ખૂણે પૂછતાં બાળક ના ખાતામાં ૧૬ કરોડથી પણ વધારે રકમનું દાન જમા થયું હતું અને દાનનો પ્રવાહ હજુ પણ ચાલુ છે. બાળકનાં માતાપિતાએ તેમના પુત્રને સાજો કરવા દાન આપનાર તમામ દાનવીરોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

તમને ગુજરાત સહિત દેશના અને વિદેશમાંથી પણ મળ્યો હતો અને રોગની સારવાર માટે 16 કરોડના ઇન્જેક્શન અમેરિકાથી આવતા મુંબઈની હોસ્પિટલમાં બાળકને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!