મિત્રો દેશમાં ઘણા એવા લોકો છે જેવો નાની ઉંમરમાં ખૂબ જ મોટું નામ બનાવી ચૂક્યા છે. ત્યારે આજે આપણે તેવા જ એક કિસ્સા વિશે વાત કરવાના છીએ. મિત્રો ભારતની એક 16 વર્ષની દીકરીનું નામ આજે સમગ્ર વિશ્વભરમાં ગુંજી રહ્યું છે.
16 વર્ષની પ્રાંજલી નામની દીકરી એ નાની ઉંમરમાં ખૂબ જ મોટું કામ કરી બતાવ્યું છે. આ દીકરીએ એઆઈ કંપની થી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો, આજે તેની કંપનીની વેલ્યુએશન 100 કરોડથી પાર થઈ ગઈ છે. આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત એકદમ સાચી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, પ્રાંજલિ અવસ્થીએ 2002માં પોતાની કંપની શરૂ કરી હતી. ત્યાર પછી તેની કંપનીની વેલ્યુએશન 100 કરોડ રૂપિયા થઈ ગઈ છે. દીકરીને ધંધામાં આગળ વધારવા માટે તેના પિતાએ તેને ખૂબ જ સપોર્ટ કર્યો છે.
કહેવાય છે કે દીકરી માત્ર સાત વર્ષની હતી ત્યારે તેને કોડિંગ શરૂ કરી દીધું હતું. 11 વર્ષની ઉંમરે તે તેના પરિવાર સાથે ભારતને ફલોરિડા સ્વીફ્ટ થઈ ગઈ હતી અને જ્યાં તેને પોતાના બિઝનેસની શરૂઆત કરી હતી.
અહીં ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ની પ્રયોગશાળામાં પ્રાંજલિએ 13 વર્ષની ઉંમરમાં ઇન્ટર્નશીપ કરી હતી. આ દરમિયાન ચેટ જીપીટી થ્રી બીટા લોન્ચ થયું હતું. ત્યારે પ્રાંજલિને એક કંપની શરૂ કરવાનો વિચાર આવ્યો હતો.
ત્યારબાદ તેને બેક એન્ડ કેપિટલના લુસી ગુઓ અને દેવ ફોટેનોટની લીડરશીપમાં મિયામીમાં એક એઆઈ સ્ટાર્ટ અપ એપ શરૂ કર્યું હતું. બિઝનેસ શરૂ કર્યા બાદ ધીમે ધીમે તેને ફંડિંગ મળવા લાગ્યું. આજે માત્ર 16 વર્ષની દીકરીએ 100 કરોડની કંપની ઉભી કરીને દેશનું નામ રોશન કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment