વૃદ્ધાશ્રમમાં રહેતા દાદા અને દાદીને એકબીજા સાથે થઈ ગયો પ્રેમ… પછી બંનેએ કરી લીધા લગ્ન અને હવે બંને એક સાથે…

Published on: 11:48 am, Mon, 11 December 23

મિત્રો આજે આપણે એક એવી પ્રેમ કહાની વિશે વાત કરવાના છીએ જેના વિશે તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય. મિત્રો કહેવાય છે કે પ્રેમ કરવાની કોઈ ઉંમર હોતી નથી. પ્રેમમાં પ્રેમી પંખીડાઓ કોઈપણ હદ પાર કરી શકે છે. ત્યારે આજે આપણે વૃદ્ધાશ્રમમાં રહેતા દાદા અને દાદીની પ્રેમની કહાની વિશે વાત કરવાના છીએ.

મિત્રો તમને જણાવી દઈએ કે, સવિતાબેન નામની મહિલાના પરિવારમાં કોઈ ન હતું એટલે તેઓ વૃદ્ધાશ્રમમાં આવીને રહેવા લાગ્યા હતા. આ જ રીતે વિજયભાઈના પરિવારમાં પણ કોઈ ન હતું એટલા માટે તે પણ વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. બંને અહીં પોતાનું એકલવાયું જીવન જીવતા હતા.

એક દિવસ વૃદ્ધાશ્રમમાં જમવાના ટેબલ પર સવિતાબેન અને વિજય ભાઈની મુલાકાત થઇ હતી. ત્યારબાદ તો બને ધીમે ધીમે એકબીજા સાથે વાત કરવાનું શરૂ કરી દીધું. ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ અને થોડાક જ સમયમાં બંનેની મિત્રતા પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ હતી.

ત્યારબાદ સવિતાબેને અને વિજય ભાઈએ એકબીજા સાથે જીવન જીવવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ બંને અહીં વૃદ્ધાશ્રમમાં આવેલા મંદિરમાં લગ્ન કરી લીધા હતા. બંને લગ્ન કર્યા ત્યારબાદ તેમની આ પ્રેમ કહાની સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. બંનેની આ પ્રેમ કહાની સાંભળીને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

હાલમાં તો સવિતાબેન અને વિજયભાઈ શાંતિથી પોતાનું જીવન પ્રસાર કરી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ કિસ્સો ઘણા સમય પહેલા નો છે પરંતુ ફરી એક વખત અમે તમારી સમક્ષ આ કિસ્સો રજૂ કરી રહ્યા છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "વૃદ્ધાશ્રમમાં રહેતા દાદા અને દાદીને એકબીજા સાથે થઈ ગયો પ્રેમ… પછી બંનેએ કરી લીધા લગ્ન અને હવે બંને એક સાથે…"

Leave a comment

Your email address will not be published.


*