મહારાષ્ટ્રના નાસિકમાં ધોરણ 11 માં ભણતી એક વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ઓનલાઇન અભ્યાસ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. તેના કારણે વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
આ ઘટના નાસિકમાં આદિવાસી અલંગુન વિસ્તારની છે. છેલ્લા બે મહિનામાં નાસિકમાં ઓનલાઇન અભ્યાસથી કંટાળીને આ પગલું ભરનાર ત્રીજો વિદ્યાર્થી છે. મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીનું નામ ભારતી તુકારામ ચૌધરી હતું.
તે 17 વર્ષની હતી. તે પોસ્ટ બેઝિક એઈડ આશ્રમ શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી હતી. તેના ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેની પાસે મોબાઇલ ન હતો. જેના કારણે સતત અભ્યાસમાં પાછળ રહી જતી હતી.
એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીની કેટલીક વખત અન્ય વિદ્યાર્થીઓ ના ઘરે જઈને ઓનલાઇન વર્ગમાં હાજરી આપી હતી. વિદ્યાર્થીની ઓનલાઇન અભ્યાસના કારણે સતત અન્ય વિદ્યાર્થીઓ કરતાં પાછળ રહી જતી હતી તેના કારણે તે ખૂબ જ તણાવમાં આવી ગઈ હતી.
આના કારણે તેણે સોમવારે ઘરે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી હતી.
જેમાં વિદ્યાર્થિનીએ ઓનલાઇન અભ્યાસમાં મુશ્કેલીને કારણે તેના મૃત્યુનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment