એક 10 વર્ષના બાળકે માતાના દુપટ્ટાથી ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 3:51 pm, Tue, 25 January 22

મધ્યપ્રદેશમાં ભોપાલમાં એક દસ વર્ષના બાળકના ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર ભોપાલની એકતા પુરી કોલોનીમાં રહેતા 10 વર્ષના બાળકે પોતાના માતાના દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

મૃત્યુ પામેલ બાળક નું નામ રુદ્રાક્ષ હતું. તે ધોરણ 6માં અભ્યાસ કરતો હતો. જ્યારે બાળકે આ પગલું ભર્યું ત્યારે તે ઘરે એકલો હતો. મળતી માહિતી અનુસાર બાળકની માતા સ્નેહલતા પોતાની 16 વર્ષની દીકરી સાથે આન્સરશીટ જમા કરાવવા માટે સ્કૂલે ગઈ.

મળતી માહિતી અનુસાર રુદ્રાક્ષ આ પગલું ભરી આ પહેલા તેને પોતાના પિતાને ફોન કરીને માતા વિશે પૂછ્યું હતું. ત્યારબાદ તેને પોતાની માતાને ફોન કર્યો હતો. ત્યારે રુદ્રાક્ષના માતા બજારમાં હતા.

રુદ્રાક્ષ તેની માતાને પોતાની માટે સારું ભોજન લેવા માટેનું કહ્યું હતું. જ્યારે સ્નેહલતા બેન મોડી સાંજે ઘરે આવે છે ત્યારે ઘરમાં રૂમમાં રુદ્રાક્ષ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મળતી માહિતી અનુસાર બાળકો પંખા સાથે લડકીને ગળા ફાંસો ખાઈ લીધો હતો. બાળકે પંખા સુધી પહોંચવા માટે બેડ ઉપર લગભગ દોઢ ફુટ ઉંચુ ટેબલ મૂક્યું હતું. ટેબલ પર ચઢીને તેને દુપટ્ટો પંખા સાથે બાંધ્યો અને ત્યારબાદ ગળાફાંસો ખાધો હતો.

પુત્રના મૃત્યુની ખબર પડતાં જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મૃત્યુ પામેલા રુદ્રાક્ષ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. બાળકે આ પગલું શા માટે ભર્યું તેનું હજુ કોઈ પણ કારણ સામે આવ્યું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!