One Plus 31 માર્ચના રોજ ભારતમાં પોતાનો સ્માર્ટફોન One Plus 10 Pro લોન્ચ કરશે. આ તારીખે એક સાથે ઘણા દેશોમાં આ ફોન લોન્ચ કરવામાં આવશે. ભારતની સાથે યુરોપ અને ઉત્તર અમેરિકામાં ફોન લોન્ચ કરવામાં આવશે. One Plus 10 Proમાં 6.9 ઈંચની QHD + LTPO AMOLED ડિસ્પ્લે છે.
One Plus 10 Pro માં 120HZ રિફ્રેશ રેટને સપોર્ટ કરવામાં આવે છે. One Plus 10 Proમાં Qualcomm Snapdragon 8 Gen 1 ચિપસેટ કરવામાં આવી છે. One Plus10 Proમાં 256GB ની UFS 3.1 સ્ટોરેજ આપવામાં આવી છે.
One Plus 10 Proમાં 12 GB LPDR4 RAM આપવામાં આવી છે. One Plus 10 Proમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી લેન્સ આપવામાં આવ્યો છે. One Plus 10 Proમાં 8 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇલ્ડ આપવામાં આવ્યો છે.
One Plus 10 Proમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનની બેટરીની વાત કરીએ તો One Plus 10 Proમાં 5000mAh બેટરી આવશે. ફોનમાં ચાર્જિંગ સપોર્ટની વાત કરીએ તો 50W Air VOOC વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ થશે. 31 તારીખના રોજ ફોનની કિંમત ખબર પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment