રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર બનાસકાંઠામાં અમીરગઢ નેશનલ હાઇવે પર આજે એક અકસ્માત સર્જાયો છે. ટાયર પંચર હોવાના કારણે રોડની સાઈડમાં ઉભેલા ટ્રકની પાછળ એક કારચાલકે કાર ધુસાવી દીધી હતી.
અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અમીરગઢ નેશનલ હાઈવે પર આરાસુરી સર્કલ પાસે મોડી રાત્રે સર્જાયું હતું.
મળતી માહિતી અનુસાર કાર રાજસ્થાન તરફથી આવી રહી હતી ત્યારે કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રકની પાછળ કાર ઘુસાવી દીધી હતી. અકસ્માતમાં કારનો ભાંગીને ભૂકો થઇ ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
આ ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઉપરાંત ઈજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમીરગઢ નેશનલ હાઈવે પર છેલ્લા 10 દિવસમાં આ ચોથું ગંભીર અકસ્માત સર્જાયો છે. અમીરગઢ નેશનલ હાઈવે પર 22 સપ્ટેમ્બર ના રોગ રાજસ્થાનના જયપુર થી એક લક્ઝરી બસ મુસાફરોને લઇને અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે અમીરગઢ બોર્ડર પર બસ ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ પલટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં પણ એક મુસાફર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોય તો તેનું ઘટનાસ્થળે મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે અન્ય મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને પણ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment