પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો આજે પણ વધારો, જાણો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ…

Published on: 10:23 am, Sun, 3 October 21

દેશની જનતાને કોરોનાની મહામારી સાથે મોંઘવારીની મહામારી પણ ભોગવવી પડે છે. ત્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે. સતત ચાર દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

ત્યારે આજે પેટ્રોલમાં પ્રતિ લીટર 33 પૈસા અને ડીઝલમાં પ્રતિલીટર 36 પૈસાનો વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 102.39 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 90.77 રૂપિયા થયો છે.

મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 108.43 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 98.48 રૂપિયા થયો છે. કોલકાતામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 103.07 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 93.87 રૂપિયા થયો છે.

ચેન્નાઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 100.01 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 95.31 રૂપિયા થયો છે. શનિવારે પણ પ્રતિ લીટર પેટ્રોલના ભાવમાં 25 પૈસા અને પ્રતિ લીટર ડીઝલના ભાવમાં 30 વધારો થયો હતો.

દેશમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, લદાખ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણામાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે.

6 વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ પડે છે. પેટ્રોલ-ડીઝલ અને જીવન જરૂરિયાતની વસ્તુઓમાં દિવસેને દિવસે ભાવ વધારાના કારણે દેશની સામાન્ય જનતા ચિંતામાં મૂકાઈ છે. જીવન જરુરિયાતની વસ્તુઓ ના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે અને જનતાની આવક દિવસે ને દિવસે ઘટી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!