સુરતમાં ગઈકાલે એટલે રવિવારના રોજ બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. ગઈકાલે રવિવારની રજા અને ફ્રેન્ડશીપ ડે હોવાના કારણે ભાઠેના વિસ્તારના પાંચ મિત્રો ડુમસ બીચ પર ફરવા માટે ગયા હતા. આ દરમિયાન પાંચ મિત્રોમાંથી બે મિત્રો ડુમસ બીચ પર આવેલા ભગવાન શ્રી ગણેશજીના મંદિરની પાછળ ન્હાવા માટે પડ્યા હતા.
ત્યારે અચાનક જ બંને મિત્રોમાંથી એક મિત્ર પાણીમાંથી ગુમ થઈ ગયો હતો. જ્યારે બીજા મિત્રોનો ચમત્કારી બચાવ થઈ ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી આવી હતી.
મોડી રાત સુધી ફાયર વિભાગની ટીમે પાણીમાં ગુમ થયેલા મિત્રની શોધખોળ કરી હતી. પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો ન હતો. આજ સવારે ફરીથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વિગતવાર વાત કરી હતો, ડુમ્મસ બીચ પર 13 વર્ષનો પિયુષ સંજયભાઈ યાદવ અને 17 વર્ષનો સત્યમ ચૌહાણ નામના બે મિત્રો પાણીમાં નાહવા માટે પડ્યા હતા.
આ દરમિયાન અચાનક જ પિયુષ પાણીમાં તણાવવા લાગ્યો હતો. જેના કારણે સત્યમ તરત જ પાણીમાંથી બહાર નીકળી ગયો હતો. આ વાતની જાણ થયા બાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તાત્કાલિક આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરી દીધી હતી. પછી તરત જ વેસુ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પાણીમાં ડૂબી ગયેલા પિયુષની શોધખોળ શરૂ કરી દીધી હતી.
ફાયર બ્રિગેડની ટીમે મોડી સાંજ સુધી પિયુષની શોધખોળ કરી પરંતુ તેનું હજુ કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નથી અને આજરોજ ફરતી તેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટના બનતા જ પિયુષના પરિવાર દોડતો થઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને ડુમ્મસ પોલીસે ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment