સમાચાર

કાર લઈને ગામડે જઈ રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, બાળકોની નજરની સામે માતા-પિતાનું કરુણ મોત… હસતો-ખેલતો પરિવાર વિખરાઈ ગયો…

સમગ્ર દેશભરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી બસ ચાલકે સામેથી આવતી કારને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં કારમાં સવાર SAFના હેડ કોન્સ્ટેબલ અને તેમની પત્નીનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.

भिंड-ग्वालियर नेशनल हाइवे पर हादसा : अनियंत्रित बस ने कार को मारी टक्कर, 2  की मौत

જ્યારે તેમના બાળકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતની ઘટના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-719 ના ભીંડ ગ્વાલિયર રોડ ઉપર રવિવારના રોજ સવારે 7:30 વાગ્યાની આસપાસ બની હતી. કારમાં સવાર લોકો ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. તેઓ એક જગ્યાએ અંતિમ સંસ્કારમાં જઈ રહ્યા હતા.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, 50 વર્ષીય અનિરુદ્ધસિંહ યાદવ ગ્વાલિયરની 14 બટાલિયનમાં હેડ કોન્સ્ટેબલ હતા. તેઓ રવિવારના રોજ પોતાની પત્ની મીરા, 22 વર્ષીય દીકરો અભિષેક અને 18 વર્ષીય દીકરી પ્રીતિ સાથે ગવાલિયરથી કારમાં પોતાના ગામ સાગર જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં તેમની કાર અને એક બસ વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માતો સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે આ ઘટનામાં અનિરુદ્ધસિંહ અને તેમની પત્ની મીરાનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે અભિષેક અને તેની બહેન પ્રીતિ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આ ઘટના બનતા જ બે સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે બસનો ડ્રાઇવર ખૂબ જ સ્પીડમાં બસ ચલાવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં ગાયને બચાવવા જતા બસ ચાલકે કારને જોરદાર ટક્કર લગાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *