પિતાના મૃત્યુના એક મહિના બાદ 19 વર્ષની દીકરીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શું છે સમગ્ર ઘટના…

Published on: 4:50 pm, Wed, 13 April 22

મિત્રો હાલમાં જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘણી વખત લોકો નાની નાની બાબતોને લઈને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. એક નાનકડી બાબતને લઈને મનુષ્ય પોતાની અમૂલ્ય જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં 19 વર્ષની યુવતી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

મળતી માહિતી મુજબ આ ઘટના લાલકુંઆ ના નિકટવર્તી વિસ્તારમાં બની છે. મળતી માહિતી મુજબ અહીં ઘોડીનાલા વિસ્તારમાં આવેલા વીઆઈપી ગેટ ઘોડાનાલા મેદાન પાસે રેતી 19 વર્ષની યુવતી રૂમમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ યુવતીનું નામ પ્રિય હતું.

મળતી માહિતી અનુસાર હજુ તો થોડાક દિવસો પહેલા જ પ્રિયા પોતાની બહેન અને જીજાજી સાથે ધોડનાલા વિસ્તારમાં રહેવા આવી હતી. મળતી માહિતી અનુસાર પ્રિયાના પિતા નું મૃત્યુ એક મહિના પહેલા જ થયું હતું. આ કારણોસર પરિવારમાં દુઃખનો માહોલ હતો.

આવા માહોલ વચ્ચે પ્રિયાનું મૃત્યુ થતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઇને પ્રિયાના જીજાજીએ જણાવ્યું કે, પ્રિયા એ પોતાનું જીવન ટુંકાવ્યું તે પહેલા તેને અમારી સાથે બેસીને ભોજન કર્યું હતું. ત્યારે તે અચાનક પોતાના રૂમમાં ચાલી ગઈ હતી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.

ત્યારબાદ અમે પ્રિયા અને ઘણી વખત દરવાજો ખોલવાનુ કહ્યું પરંતુ પ્રિયાએ દરવાજો ખોલ્યો નહીં. જેથી અમને શંકા ગઈ અને અમે તેની રૂમનો દરવાજો તોડી નાખ્યું. ત્યારે અંદરથી અમને લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઇને પ્રિયાના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રિયે કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પિતાના મૃત્યુના એક મહિના બાદ 19 વર્ષની દીકરીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો શું છે સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*