દેશમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી અપેક્ષા મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ચાલુ રહ્યો છે. આ મહિનામાં છેલ્લા 13 દિવસમાં નવમી વખત રવિવારના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો.
રવિવારે પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલમાં 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિક્રમી સપાટીએ યથાવત રહ્યા છે. આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત ₹99 નજીક પહોંચી ગઈ છે.
ઇંધણના ભાવમાં રવિવારના રોજ વધારા સાથે દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 92.58 અને ડીઝલ નો 83.22 ની વિક્રમી સપાટીએ પહોંચ્યા છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 100ને પાર થઈ ગયો છે. તાજેતરના વધારા સાથે મુંબઈમાં પણ પેટ્રોલ ના ભાવ પ્રતિ લીટર ₹100 ની નજીક પહોંચી રહ્યું છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સુધારો કરતી ઓઈલ કંપનીઓએ આજે પણ આ મહિનાઓમા 15 મી એપ્રિલ આંશિક રીતે ભાવ ઘટાડ્યા પછી ભાવમાં સુધારો ફ્રીઝ કરી દીધો છે. યોગાનુયોગ આ સમયમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી.
અને બીજી મેએ પરિણામ જાહેર થયા પછી તરત જ ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂતિના ટ્રેન્ડ ને અનુરૂપ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારાના સંકેત આપ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment