જાણો ગુજરાત થી કેટલુ દુર છે તૌકતે વાવાઝોડું ? રાજ્યના આ જિલ્લા માંથી પસાર થાય તેવી સંભાવના.

139

વાઈરસના સંકટની વચ્ચે અને ગુજરાત પર ભારે વાવાઝોડા નો સંકેત છે તથા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. વાઈરસના સંકટ વચ્ચે ગુજરાતમાં માથે વાવાઝોડાનું સંકટ આવી પહોંચ્યું છે. દરિયાઈ તોફાન વધુને વધુ મજબૂત બની રહ્યુ છે અને હવે હવાની ઝડપ પણ વધારી છે.

ગઈકાલે દક્ષિણ ભારતના રાજ્યોમાં દરિયો ગાંડોતૂર બન્યો છે તથા ગોવા સહિત ના રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો જે બાદ વાવાઝોડું સીધું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

સોમવાર સવાર ની પરિસ્થિતિ મુજબ વાવાઝોડું ગુજરાત થી દૂર દરિયામાં 250 થી 300 કિમી દૂર છે અને આજે સાંજ થી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ની શરૂઆત થઇ જાય તેવી આશંકા છે.

અને વહેલી સવારે વાવાઝોડું ગુજરાતના જિલ્લાઓમાં પસાર થશે. જેમાં પોરબંદર, અમરેલી તથા મહુવા થી વાવાઝોડું પસાર થતા ત્યાં સૌથી વધારે અસર જોવા મળી શકે છે.

હાલની પરિસ્થિતિ મુજબ વાવાઝોડું આવતીકાલે સવારે ગુજરાતમાં પહોંચી શકે છે. વાવાઝોડુ પોરબંદર, અમરેલી તથા મહુવા વચ્ચેથી પસાર થઈ શકે છે. વાવાઝોડાની અસરના પહેલા આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડાની અસર સોમવારે સાંજ થી દેખાવાની શરૂ થઈ જશે. આખા ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!