ફરી એક વખત થયો પેટ્રોલના ભાવમાં વધારો, જાણો આજનો પેટ્રોલનો ભાવ…

દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જાય છે ત્યારે આજે ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો થયો નથી. પરંતુ ગુજરાતમાં આજે પ્રતિ લીટર પેટ્રોલના ભાવમાં 34 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 96.45 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે.

દેશમાં 4 મેથી અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમતમાં 35 વખત વધારો કરવામાં આવ્યો અને ડીઝલની કિંમતમાં 33 વખત વધારો કરાયો છે.

કર્ણાટક, બિહાર, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, લદાખ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ગંગાનગરમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 100 રૂપિયા ને બહાર પહોંચ્યો છે. દેશમાં સૌથી વધુ પેટ્રોલનો ભાવ રાજસ્થાનના શ્રીગંગાનગર માં છે.

દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 99.51 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 89.36 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 105.92 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 96.91 રૂપિયા છે.

કોલકાતામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 99.84 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 92.27 રૂપિયા છે. જયપુરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 106.64 રૂપિયા અને ડીઝલનો પ્રતિલીટર ભાવ 98.47 રૂપિયા છે.

પટનામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 102.01 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 94.76 રૂપિયા છે. લખનઉમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 96.99 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 89.75 રૂપિયા છે.

દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સમગ્ર દેશમાં 6:00 બાદ પેટ્રોલ અને ડીઝલનો ભાવ લાગુ પડે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડાતા પેટ્રોલ ડીઝલનો ભાવ બે ગણો થઈ જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*