ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે તેવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ફરી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય ના કેટલા જિલ્લાઓ અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વલસાડમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તેમજ ગીર સોમનાથ અને અમરેલી સહીત જુનાગઢના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેશે.
અને અમદાવાદમાં કેટલાક ભાગમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે તેઓને પાકની ચિંતામાંથી મુક્ત બન્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment