ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના ના કેસ દિવસેને દિવસે ઘટી રહ્યા છે અને રાજ્યોમાં કોરોનાના પ્રતિબંધોને હળવા કરવાના નિર્ણય લેવામાં આવ્યા છે. આ કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત હતા.
ત્યારે નિર્ણય લેવાયો છે કે ગુજરાતમાં 8 મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હાલમાં રાત્રિ કરફ્યુ નો સમય સાંજના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો છે.
આ રાત્રિ કરફ્યુ તારીખ 20 જુલાઈ મંગળવારે સવાર 6 વાગે પૂર્ણ થાય છે. હવે આ રાત્રિ કરફ્યુ ને 31 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો છે. આ આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 1 ઓગસ્ટે સવારે 6:00 પૂરો થશે.
આ ઉપરાંત રાજ્યમાં વોટરપાર્ક અને સ્વિમિંગ પૂલ તારીખ 20 જુલાઈ થી 60 ટકાની સમતા સાથે અને કોરોના ના તમામ નિયમોનું પાલન સાથે નિયત SOP ને આધીન શરૂ કરાશે.
આ ઉપરાંત સંચાલકો, માલિકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓને 31 જુલાઈ સુધી કોરોના રસી નો પ્રથમ ડોઝ લેવો જરૂરી છે નહિતર વોટરપાર્ક સ્વીંગ પુલ ચાલુ રાખી શકશે નહીં.
આ ઉપરાંત 20 જુલાઈ પ્રાઇવેટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે છૂટછાટ આપવાનો નિર્ણય લેવાયો છે. પબ્લિક અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટમાં નોને AC બસ સેવાઓ સો ટકા કેપીસીટિ સાથે શરૂ કરવામાં આવશે.
પરંતુ બસમાં મુસાફરી દરમિયાન મુસાફરોને ઉભા રહેવાની પરમીશન આપી નથી. તેમજ ડ્રાઈવર અને કંડક્ટરે ને રસી નો પ્રથમ ડોઝ લેવો જરૂરી છે. કોર કમિટીમાં લેવાયેલા તમામ નિર્ણયો 31 જુલાઈ સુધી યથાવત રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.