દિવાળીના દિવસે ડિનર કરવા જતા આ દંપત્તિને રસ્તામાં અચાનક જ બમ્પ આવતા બાઈક પરથી કાબુ ગુમાવતા નીચે પટકાયા અને થયું એકનું મૃત્યું…

Published on: 3:28 pm, Wed, 15 November 23

સુરત શહેરમાં ઉધના ખાતે રહેતો એક પરિવાર દિવાળીના તહેવારમાં ડિનર માટે જતો હતો અને આ દરમિયાન હરીનગર બે પાસે રસ્તામાં બમ્પ આવી જતા બાઈક સવારે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો જેથી તે પોતાની પત્ની સાથે નીચે ફટકાયા અને આ અકસ્માતને પગલે ગંભીર ઇજાઓ થતા

આ વ્યક્તિનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.મિત્રો અમને મળતી માહિતી મુજબ સુરત શહેરના ઉધના દરવાજા ખટોદરા કોલોનીમાં ગાંધીનગરમાં 52 વર્ષીય કલ્પેશભાઈ ગોકુળદાસ રાઠોડ તેમની પત્ની અને બે પુત્રો સાથે રહેતા હતા અને વાત એમ છે કે કલ્પેશ ભાઈ પાંડેસરા વિસ્તારમાં આવેલા એક ફેક્ટરીમાં કાપડ સિલાઈ નું કામકાજ કરીને

પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા અને રવિવારની રાત્રિના સમયે મતલબ કે દિવાળીના દિવસે કલ્પેશભાઈ તેમની પત્ની અને બે પુત્રો સાથે અલગ અલગ બાઈક ઉપર ડિનર કરવા માટે નીકળ્યા હતા.કલ્પેશભાઈ પરિવાર સહિત ઉન પાટીયા પાસે ડિનર કરવા જતા હતા અને આ જ દરમિયાન કલ્પેશભાઈ સૌપ્રથમ પોતાની બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે જતા હતા ત્યારે

રસ્તામાં અચાનક જ બમ્પર આવી જતા તેઓએ કાબુ ગુમાવ્યું હતું અને તેમની પત્ની સાથે તેઓ ગાડી પડતી નીચે ભટકાયા હતા અને આ દરમિયાન ગંભીર ઇજાઓ પહોંચી હતી જે બાદ કલ્પેશભાઈ ને 108 મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દિવાળીના દિવસે ડિનર કરવા જતા આ દંપત્તિને રસ્તામાં અચાનક જ બમ્પ આવતા બાઈક પરથી કાબુ ગુમાવતા નીચે પટકાયા અને થયું એકનું મૃત્યું…"

Leave a comment

Your email address will not be published.


*