લગ્નમાં વરરાજાને તૈયાર કરીને ઘરે જતા, બે બહેનોના એકના એક લાડકવાયા ભાઈનું રસ્તામાં અકસ્માતમાં કરુણ મોત…રસ્તામાં કંઈક એવું બન્યું કે…

હાલમાં બનેલી એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઘરે જતા ભાઈને રસ્તામાં અકસ્માત નડતા બે બહેનોએ એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો છે. આ અકસ્માતની ઘટના રાજકોટમાં વહેલી સવારે ઢેબર રોડ પર એસટી બસના પોર્ટના ગેટ સામે વહેલી સવારે બની હતી. અહીં એક બાઈક રોડની સાઈડમાં ઉભેલા બોલેરો સાથે અથડાઈ હતી.

આ કારણોસર બાઈક સવાર યુવાનને કપાળના અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેનું કરુણ મોત થયું હતું. મૃત્યુ પામેલો યુવાન સલૂનની દુકાન માં કામ કરતો હતો. મોડી રાત્રે સહકાર રોડ પર વરરાજાને તે તૈયાર કરવા માટે ગયો હતો. ત્યાંથી તે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો.

આ ઘટના બંધ દાંત મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ ભુપેન્દ્ર જયસુખભાઈ બગપરીયા હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ 108ની મદદથી ભુપેન્દ્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

પરંતુ હોસ્પિટલમાં ઉપેન્દ્રએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી. મૃત્યુ પામેલો ભુપેન્દ્ર બે બહેનોનો એકનો એક ભાઈ હતો. તે કાલવડ રોડ પર આત્મીય કોલેજ સામે ગુડ લક હેર સેટિંગ નામની દુકાનમાં નોકરી કરતો હતો. સહકાર રોડ ઉપર એક વરરાજાને તૈયાર કરવા માટે તે પોતાની બાઇક લઈને ગયો હતો.

ત્યાંથી તે ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો. ભુપેન્દ્રના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના સભ્યોમાં માતમ છવાઈ ગયો હતો. એકના એક ભાઈનું મૃત્યુ થતાં જ બહેનો રડી રડીને અડધી થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ભુપેન્દ્રના અગાઉ લગ્ન બાદ તેના છૂટાછેડા થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*