ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સોમવારનો દિવસ આણંદ જિલ્લા માટે ઘાતક સાબિત થયો છે. અહીં છ કલાકમાં બે ગંભીર અકસ્માત સર્જાયા હતા. જેમાં કુલ છ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. પહેલો બનાવ વ્હેરાખાડી સ્થિત એક્સપ્રેસ હાઇવે પર બન્યો હતો. અહીં એક ટ્રકની પાછળ ઇકો કાર ઘુસી જતા જોરદાર અકસ્માત સર્જાયો હતો.
આ કારણોસર ઇકો કારમાં સવાર ત્રણ મિત્રોના દર્દનાક મોત થયા હતા. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં મા તમે છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં ચિરાગ સોલંકી, રાહુલ માળી અને સુનિલ પરમાર નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. વડોદરામાં જથ્થાબંધ દવાઓના વેપાર સાથે સંકળાયેલા અને મૂળ ડાકોરના વતની એવા અમિતભાઈ પંડ્યા નામના યુવક કૌટુંબિક કામે ડાકોર આવ્યા હતા
. કામ પૂર્ણ થયા બાદ અહીંથી વડોદરા જવા માટે તેમને ઈકો ગાડીના ડ્રાઇવર સુનિલ વિનોદભાઈ પરમાર ને ફોન કર્યો હતો. આ ઉપરાંત અમિતભાઈના બે મિત્રો ચિરાગ કિરણભાઈ સોલંકી અને રાહુલ કનુભાઈ માળી અમિતભાઈને રાત્રે 8:00 વાગે વડોદરા મુકવા ગયા હતા.
રાત્રે 10:00 વાગ્યાની આસપાસ તેઓ વડોદરા પહોંચીના હતાં અને ત્યાં અમિતભાઈને ઉતારીને કાર ડ્રાઇવર સુનિલ પરમાર અને અન્ય બે મિત્રો વડોદરા થી ડાકોર આવવા માટે નીકળ્યા હતા. ત્યારે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ વડોદરા થી અમદાવાદ જતા એક્સપ્રેસ હાઈવે ઉપર વ્હેરાખાડી ગામથી આગળ ગણેશપુરા પાસે તેઓ પસાર થતા હતા.
આ દરમિયાન ઝડપે જતી ઇકો કાર બંધ પડેલા ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માતાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ત્રણેય મિત્રોના ઘટના સ્થળે દર્દનાક મોત થયા હતા. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ત્રણેય મિત્રોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડાકોરમાં એક સાથે ત્રણ મિત્રોની અર્થી ઉઠતા ચારેય બાજુમાં તમે છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો