ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ગાંધીનગરના તારાપુર બ્રિજ ઉપર 17 વર્ષના એક યુવકને રસ્તામાં ગંભીર અકસ્માતે નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં યુવકનું મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ગાંધીનગરના અડાલજથી ગાંધીનગર તરફ આવતા તારાપુર બ્રિજ ઉપર ગઈકાલે બપોરના સમયે હોન્ડા સિટી કાર ચાલક પોતાની કાર પુરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો.
આ દરમિયાન અચાનક કાર બેકાબુ બની ગઈ હતી. જેના કારણે કાર ડિવાઈડર કૂદીને સામેની રોડ પરથી પસાર થતી ઇનોવા કારને ડ્રાઇવર સાઈડ માં અથડાઈ હતી. આ અકસ્માતમાં ઇનોવાકાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
આ અકસ્માતની ઘટનામાં હોન્ડા સિટી કારમાં સવાર બે યુવાનો અને ઇનોવા કાર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને 108 ના મારફતે સારવાર માટે તાત્કાલિક ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં હોન્ડા સિટીના ચાલક 17 વર્ષના સમય સુનિલ દોલાણી નામના યુવકનો સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
જ્યારે સમયના સાથી અને ઇનોવા કારચાલકની વધુ સારવાર માટે એપોલો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં બંનેની સારવાર શરૂ કરવામાં આવી હતી. થોડીક સારવાર બાદ ઇનોવા કાર કારચાલક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર સાહિલ દિનેશભાઈ નામના યુવકની હાલમાં સારવાર ચાલી રહી છે.
આ સમગ્ર ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર કૌશલ રાજેન્દ્ર નામનો 34 વર્ષે યુવક કોર્ટમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. કૌશલ ના પિતા રાજેન્દ્રભાઈ બીમાર હોવાના કારણે કૌશલ તેમની ફાઈલ લઈને ડોક્ટરને બતાવવા માટે સરખેજ તરફ જઈ રહ્યો હતો.
આ દરમિયાન તેને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં કૌશલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. પરિવારના એકના એક દીકરાનું મૃત્યુ નીપજતા ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. આ અકસ્માતની ઘટનામાં બે યુવકોના મૃત્યુ નીપજ્યા છે. બંનેના મૃત્યુના કારણે બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment