અનોખા દેશભક્ત…! આ ભાઈ પોતાની આંખમાં બનાવ્યો તિરંગો – વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો…

Published on: 5:21 pm, Wed, 10 August 22

મિત્રો તમે ઘણા દેશભક્ત લોકોને જોયા હશે. પરંતુ હાલમાં આપણે એક એવા દેશભક્ત વિશે વાત કરવાના છીએ, જેની દેશભક્તિ જોઈને તમે પણ ચોકી ઉઠશો. હાલમાં દેશમાં સરકાર દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં ઘણા લોકોએ પોતાના સોશિયલ મીડિયામાં ડીપી તિરંગાનું રાખ્યું છે.

ઘણા લોકો અલગ અલગ રીતે દેશભક્તિ બતાવી રહ્યા છે. પરંતુ એક વ્યક્તિએ “હર ઘર તિરંગા” અભિયાન એટલું ગંભીરતાથી લઈ લીધું છે, જે જાણીને તમે પણ ચોકી ઉઠશો. આ વ્યક્તિએ દેશભક્તિ બતાવવા માટે પોતાની આંખમાંથી તિરંગો બનાવ્યો છે.

જે સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આ વાત સાચી છે. આ વ્યક્તિએ પોતાની આંખની કીકી પાસે તિરંગો બનાવ્યો છે. આ વ્યક્તિએ પોતાની આંખ પર તિરંગો બનાવવા માટે મીનીએચર આટિસ્ટની મદદ લીધી હતી. તિરંગો બનાવવા માટે સૌપ્રથમ કલાકારે ઈંડાની અંદરના પાતળા શેલ પર તિરંગો બનાવ્યો.

ત્યારબાદ તે શેલ આ વ્યક્તિની આંખમાં ચોંટાડી દેવામાં આવ્યું હતું. શેલને આંખમાં ચોટાડવામાં કલાકારોને ઘણી બધી મહેનત લાગી હતી. જો આ પ્રયોગમાં કોઈ પણ પ્રકારની નાની ભૂલ થઈ હોત તો આ વ્યક્તિએ પોતાની આંખ ગુમાવી હોત.

આ વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે અને ચેતવણી આપવામાં આવી છે કે આવા પ્રયત્નો ઘરે ન કરવા જોઈએ. તેનાથી આંખમાં ખંજવાળ અને ઇન્ફેક્શન પણ થઈ શકે છે. તેના કારણે વીડિયો જોનાર દરેક લોકોની એક સલાહ છે કે, આવા પ્રયત્નો ઘરે ન કરવા.

આ કલાકાર તમિલનાડુના છે અને તેમને પોતાની જમણી આંખમાંથી તિરંગો બનાવ્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયો umt raja નામના ફેસબુક એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. .

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અનોખા દેશભક્ત…! આ ભાઈ પોતાની આંખમાં બનાવ્યો તિરંગો – વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*