આજ રોજ ગુજરાત રાજ્યમાં કોરોના ની વેબસાઈટ આવી પહોંચી છે ત્યારે વિપક્ષના નેતાએ આ વિશે નિવેદન આપતા જણાવ્યું કે, કોરોના મહામારી સામે લડવા માટે ભાજપ સરકાર સાથે અમે છીએ.કોરોના વેક્સિન ને લઈને અમદાવાદમાં પરેશ ધાનાણીએ નિવેદન સામે આપ્યું હતું.
જેમાં તેમને કોરોના વેક્સિન મુદ્દે સરકારના ખભેથી ખભો મિલાવીને કામ કરવાનું જણાવ્યું હતું.પરેશ ધાનાણીએ કહ્યું હતું કે કોરોના મહામારી દરમ્યાન સર્વે સાથે ચાલીને કામ કરવું પડશે.આ રોગચાળામાં રાજકારણ નહીં કરવામાં આવે.
અને અમે સકારાત્મક સંદેશા સાથે મુખ્યમંત્રી રૂપાણી ને મળ્યા હતા.મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિશ્વાસ અપાવ્યો હતો કે આ લડાઇ પાર્ટી નથી પણ મહામારી સાથેની છે. આ લડાઇ આપણી સામૂહિક લડાઈ છે.
આગળ પણ કોરોના મહામારી ની લડાઈમાં ખભેથી ખભો મેળવીને લઈશું. સાજા થઈને ફરીથી દોડતા થઈશું.સિરમ ની કોવીશિલ્ડ વેક્સિન અમદાવાદ આવી પહોંચી છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વેક્સિન ને વધાવી હતી.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પણ આ રસીને વધાવી હતી.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે,16 મી જાન્યુઆરીએ પ્રથમ તબક્કો શરૂ થઇ રહ્યો છે.
પુણે થી 2.76 લાખ વેક્સિન નો જથ્થો અમદાવાદ પહોંચ્યો હતો. વેક્સિન આવવાથી લોકોનો ઉત્સાહ વધ્યો છે.કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી મોદી નો આભાર માનીએ છીએ કે આપણને કેન્દ્ર સરકાર તરફથી વિનામૂલ્ય જથ્થો મળ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment