સી.આર.પાટીલ ની નવી ટીમ ને લઈને ફરી એક વખત આવ્યા મહત્વના સમાચાર, મુખ્યમંત્રી રૂપાણી ના આ ખાસ લોકોને મુકાયા પડતા.

Published on: 7:24 pm, Tue, 12 January 21

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં પ્રદેશ ભાજપના વિવિધ હોદ્દેદારોની નિમણૂક થઇ રહી છે. ત્યારે બાકી રહેલા અન્ય પદાધિકારીઓની આજરોજ નિમણૂક કરવામાં આવી છે.મંગળવારના રોજ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા હોદ્દેદારો.

પ્રદેશ પ્રવક્તા અને મીડિયા ઉપરાંત આઈટી સેલ અને સોશિયલ મીડિયાના કન્વીનર અને સહ કન્વીનર ની નિમણૂક કરવામાં આવી છે.ભાજપ પ્રદેશ ટીમમાં બે ઉપાધ્યક્ષ તરીકે મુખ્યમંત્રીના નજીકના ગણાતા સૌરાષ્ટ્રમાં ભરત બોધરા અને

મહેન્દ્ર પટેલ ને પણ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ મંત્રી તરીકે વધુ એક મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે અને જેમાં જયશ્રીબેન દેસાઈને સ્થાન આપવામાં આવ્યું છે, એટલે કે હવે પ્રદેશ ની ટીમ માં ફૂલ 7 મહિલાને સ્થાન અપાયું છે.

પ્રદેશમાં મુખ્ય પ્રવક્તા તરીકે ભાજપના સિનિયર નેતા યમલ વ્યાસને પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રીની નજીકની માનવામાં આવતા ભરત પંડ્યાને પડતા મૂકવામાં આવ્યા છે. કન્વીનર પ્રશાંત વાળા હતા.

જે પણ મુખ્યમંત્રી ની નજીક માનવામાં આવતા હતા જેઓને પણ પડતા મુકી તેમના સ્થાને યજ્ઞેશ દવે ને કન્વીનર જ્યારે સહ કન્વીનર તરીકે કિશોર મકવાણા ને સ્થાન આપવામાં આવ્યું છે.સી.આર.પાટીલ ની નવી ટીમ ને લઈને ફરી એક વખત આવ્યા મહત્વના સમાચાર.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!