ઉત્તરાયણ ના તહેવારો ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારને લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે.આ વખતે કોરોના ના કારણે ઘણા તહેવારોની મજા બગડી હતી ત્યારે ઉતરાયણના તહેવારને લઇને પણ ગ્રહણ લાગ્યું છે. રંગીલા રાજકોટના શોખીન યુવાનો આ વખતે ઉત્તરાયણ પર ધાબા પર ભેગા થઈને પતંગ ઉડાડવાની મજા નહીં માણી શકો.
કોરોના કાળ ચાલી રહ્યો હોવાથી રાજકોટ પોલીસ કમિશનરે ઉત્તરાયણની ઉજવણીને લઈને એક જાહેરનામુ બહાર પાડયું છે.કોરોના ની પર્વતમાન સ્થિતિમાં કોરોના ફેલાય નહીં એ માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ નું પણ પાલન કરવાનું રહેશે અને નિયમોનું પાલન નહીં કરનાર સામે પણ કાર્યવાહી થશે.આથી યુવાનો ધાબા પર ભેગા થઈને.
પતંગબાજી ની મજા નહીં માની શકે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જાહેરનામું બહાર પાડ્યું છે અને ચાઈનીઝ દોરા, તુક્કલ ના વેચાણ અને ખરીદી પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.
આ જાહેરનામા મુજબ 18 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગ, રસ્તા અને ફૂટપાથ અને ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકશે નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment