કોંગ્રેસને ફરી બેઠી કરવા લેવાયો આ મોટો નિર્ણય, રાહુલ ગાંધીએ પણ આપ્યું મહત્વનું નિવેદન

214

કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક લગભગ 5 કલાક સુધી ચાલી હતી અને જેમાં પાર્ટીને મજબૂત કરવાના મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા પવન બંસલે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વને લઈને અમારા કોઈપણ નેતાઓમાં અસંતોષ નથી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. સોનિયા ગાંધી ના નિવાસ સ્થાન 10 જનપત ખાતે યોજાયેલી બેઠકમાં પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં નારાજ કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે રાહુલ ગાંધીએ પાર્ટી નો હવાલો સંભાળ્યો જોઈએ.નેતૃત્વને લઇને રાહુલ ગાંધીએ કહ્યું કે,પાર્ટી જે ભૂમિકા નક્કી કરશે તેવું નિભાવીશ અને તેમને કહ્યું કે ચુંટણી નક્કી કરશે કે કોણ હશે નેતા. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા હતા.

જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પૃથ્વીરાજ ચૌહાણ, અંબિકા સોની, મનીષ તિવારી, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કમલનાથ જેવા અનેક દિગ્ગજ નેતાઓ સામેલ હતા.આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું કે મહત્વની બાબત.

પાર્ટીના નેતાઓએ લગભગ 5 કલાક સુધી યોજાયેલી બેઠક હતી.પાટણની મજબૂતાઈ માટે તમામ નેતાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને ભવિષ્યમાં પણ વધારે બેઠકો બોલાવવામાં આવશે. પાર્ટીને મજબૂત બનાવવાની વાત કરનારા નેતાઓ ના તમામ સૂચનાઓ ધ્યાનમાં લેવામાં આવશે.

જ્યારે બીજીબાજુ કોંગ્રેસના નેતા હરીશ રાવતે કહ્યું કે વાતચીત શાંતિપૂર્ણ વાતાવરણમાં થઇ હતી. સંગઠનાત્મક મુદ્દાઓની ચર્ચા કરવા માટે અમે ફરીથી મળવાનું નક્કી કર્યું છે.

અમે કૃષિ કાયદા સામેની તેમની લડતમાં ખેડૂતોની સાથે છે. કોંગ્રેસ માટે આ ખૂબ જ મહત્વની બાબત છે. આ મહત્વનો નિર્ણય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!