જય ભોળાનાથ : મહાશિવરાત્રીના તહેવારના દિવસે આ પાંચ શિવાલય ના દર્શન જરૂરથી કરજો, ભોળાનાથ આપશે સુખ અને સમૃદ્ધિ…

Published on: 4:37 pm, Wed, 28 February 24

પ્રાચીન ગ્રુફા મહાદેવ મંદિર ઉત્તરાખંડના તળાવ શહેર નૈનિતાલના કૃષ્ણપુર વિસ્તારમાં આવેલું છે. આ મંદિરમાં શિવલિંગને સ્વયંભૂ પ્રગટ થયું હોવાનું માન્યતા છે અને મહાશિવરાત્રીના પર્વ પર ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ દિવસે અહીંના સ્વયંભૂ શિવલિંગ પર જળ અર્પણ કરનાર ભક્તોની ભગવાન શિવ દરેક મનોકામનાઓ પૂરી કરે છે.

નૈનીતાલ ઉતરાખંડમાં આવેલું નેનાદેવી મંદિર ઉત્તરાખંડના 9 શક્તિપીઠો પેથીનું એક છે. આ મંદિર સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે. આપને જણાવી દઈએ કે દૂર દૂરથી નૈનીતાલ આવતા પ્રવાસીઓને નૈની દેવી મંદિરના દર્શન કર્યા વિના પાછા જતા નથી. આ મંદિરમાં ભગવાન શિવનું શિવલિંગ છે

જ્યાં સોમવારે ભક્તોની ભારેપીર જોવા મળે છે અને મહાશિવરાત્રીના અવસર એ ભક્તો ભગવાન શિવને જળ બિલીપત્ર ચઢાવે છે.મુકતેશ્વર મહાદેવ મંદિર ઉત્તરાખંડના નૈનીતાલ થી લગભગ 50 કિલોમીટર દૂર આવેલું છે અને ત્યાં ઘણા વર્ષોથી માન્યતા છે કે પાંડવોને અહીં ભગવાન શિવના દર્શન થયા હતા અને તેઓએ અહીં ભગવાન શિવની શિવલિંગની સ્થાપના કરી હતી

અને ત્યારબાદ તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી.જાંમ્બર મહાદેવ મંદિરે ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના ભવાની નગર પાસે સેનેટોરિયમ માં કાંટા ટેકરીની તળેટીમાં આવેલી પ્રાચીન હિન્દુ મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે અને મંદિરના નિર્માણના કોઈ પુરાવા નથી પરંતુ સ્થાનિક લોકોના મતે આ મંદિર લગભગ 50 વર્ષથી પણ વધારે જૂનું છે.

ઉત્તરાખંડના નૈનીતાલ થી માત્ર ત્રણ કિલોમીટર દૂર કિલ્લબરી રોડ પર સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને મંદિર નૈનીતાલના સૌથી ઉંચા શિખર નેના શિખર ની તળેટીમાં બનેલું છે. સિધેશ્વર મંદિર વિશે એવું માનવામાં આવે છે કે આ મંદિર નિર્માણને કારણે નેના શિખર પરથી ભૂસ્ખલન અટકી ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "જય ભોળાનાથ : મહાશિવરાત્રીના તહેવારના દિવસે આ પાંચ શિવાલય ના દર્શન જરૂરથી કરજો, ભોળાનાથ આપશે સુખ અને સમૃદ્ધિ…"

Leave a comment

Your email address will not be published.


*