હાલમાં બનેલી એક દુઃખદ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં શનિવારના રોજ રાત્રે પરિવારજનોની નજરની સામે 3 વર્ષની માસુમ બાળકી યમુના નદીમાં તણાઈ ગઈ હતી. આ ઘટના મથુરામાં બની હતી. મળતી માહિતી અનુસાર મથુરાના ચૌવિયા પાડા મોહલ્લામાં રહેતા નિતેશ ચતુર્વેદીની 3 વર્ષની દીકરી શ્રીનનો શનિવારના રોજ જન્મદિવસ હતો.
દીકરીની જન્મદિવસની પાર્ટી ઘરથી નજીક આવેલી ધર્મશાળામાં રાખવામાં આવી હતી. આખા પરિવાર એ મળીને ખૂબ જ સારી રીતે જન્મ દિવસની ઉજવણી કરી હતી. જન્મદિવસની ઉજવણી કર્યા બાદ નિતેશ પોતાની પત્ની એક સંબંધી અને પોતાની દીકરી સાથે બાઈક પર ઘરે જવા માટે નીકળ્યો હતો.
ત્યારે રસ્તામાં અસકુંડા ઘાટ પાસે નીચે અચાનક જ બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી. આ દરમિયાન સંબંધીના ખોળામાં બેઠેલી ત્રણ વર્ષની માસુમ દિકરી રોડ પર પડી હતી. વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે માસુમ દિકરી પાણીના પ્રવાહ સાથે તણાવવા લાગી હતી.
જોત-જોતામાં દીકરી માતા પિતાની નજર સામે યમુના નદીમાં તણાઈ ગઈ હતી. પ્રતિ માહિતી અનુસાર બાઈક સ્લીપ થઈ ત્યાંથી 10 મીટર દૂર યમુના નદી છે.મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે ખૂબ જ અંધારું હતું અને વરસાદના કારણે આસકુંડા ઘાટ પર પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હતો.
તેના કારણે જ્યારે ઘાટ પરથી નીતીશ પોતાના પરિવાર સાથે બાઈક લઈને નીકળે છે. ત્યારે તે બાઈક ઉપરથી કાબુ ગુમાવે છે. આ કારણોસર બાઈક સ્લીપ ખાઈ જાય છે અને બાઈક પર સવાર તમામ લોકો નીચે પડી જાય છે.
ત્યારે સંબંધીના ખોળામાં બેઠેલી ત્રણ વર્ષની માસુમ દિકરી પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ જાય છે અને અને યમુના નદીમાં દીકરી તણાઈ ગઈ હતી. દીકરીના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment