ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગુજરાતના સુરત શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસે બનેલી એક દુઃખદ ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. સુરતના પાંડેસરા વિસ્તારમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની મૂર્તિ લઈને આવતી વખતે આઇસર ટેમ્પામાંથી નીચે પડતા એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં 10 દિવસની સારવાર બાદ યુવકનું મોત થયું છે. યુવકનું મહત્વ થતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટના બનતા જ એકની એક લાડકવાઈ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા યુવકનું નામ ટીંકુ અવતારસિંગ હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી. તે પાંડેસરા વિસ્તારમાં આવેલી કાશીનગર સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો.
તેના પરિવારમાં તેની પત્ની અને એક ચાર વર્ષની દીકરી છે. ટીકું વેલ્ડીંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના લગ્ન છ વર્ષ પહેલા થયા હતા. જાણવા મળી રહ્યું છે કે તે ઘણા વર્ષોથી પોતાના માતા પિતા અને ભાઈઓ સાથે સુરતમાં રહેતો હતો.
ગત 17 સપ્ટેમ્બર ના રોજ તે કાશીનગરના ગણેશ મંડપમાં ગણપતિ લઈને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ઘરની નજીક પહોંચ્યા ત્યારે અચાનક જ તે આઇસર ટેમ્પા પરથી નીચે પડી ગયો હતો જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
પછી તેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી. ત્યારે ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અને તેને પોતાનો જીવ ગુમાવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment