કહેવાય છે ને કે માં તે માં જ કહેવાય, તેમાં આજે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ છે, ત્યારે રાજકોટમાં અનોખો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ(Rajkot) શહેરમાં એક માતાએ આજે પાંચ લોકોને નવું જીવન આપ્યું છે, આ સમયે તેમના પરિવારજનોએ પુષ્પ વર્ષા કરી હતી. આ દ્રશ્યો ખૂબ જ ભાવુક હતા, સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા હતા.
આજે માતૃ દિવસ છે, કહેવાય છે કે માતાનું જીવન જ હંમેશા બીજા માટે વરદાન રૂપ હોય છે. ત્યારે આજે રાજકોટમાં નિરૂપાબેન જાવિયા નામની મહિલાએ પાંચ અંગોનું દાન કર્યું હતું. પાંચ લોકોની નવી જિંદગી આપી હતી, નિરૂપાબેન નું થોડા સમય પહેલા બ્રેઈન્ડેડ થઈ ગયું હતું. ત્યારે આજે પરિવારે નિરૂપાબેન ની કિડની, લીવર સ્કીન સહિતના પાંચ અંગોનું દાન કર્યું હતું.
શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે આજે આ અંગોનું દાન થયું હતું, નિરૂપાબેનના પરિવારજનો મોટી સંખ્યામાં ખાનગી હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા. નિરૂપાબેનના અંગોનું જ્યારે વોકાર્ડ હોસ્પિટલ ખાતેથી અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા ત્યારે પુષ્પ વર્ષા કરી હતી. આ સમયે ઘણા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા હતા.
નિરૂપાબેન ની દીકરી ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી માતાનું જીવન હંમેશા બીજાને ઉપયોગી થવા માટેનું રહ્યું છે. તેમણે હંમેશા બીજા લોકોને કેમ ઉપયોગી થવાય એ એમના માટે જ પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે. તેમના સંતાનોને પણ તેમણે હંમેશા બીજાને ઉપયોગી થવા માટે શીખવ્યું છે અને એ સંસ્કાર આપ્યા છે.
આજે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ નિમિત્તે તેમની માતાના અંગોનું દાન થયું તે તેમના પરિવાર માટે ગર્વની વાત છે. પરિવારની અન્ય મહિલાઓએ કહ્યું હતું કે આ ક્ષણે તેમના પરિવારજનને ગુમાવ્યા એનું દુઃખ છે, તો બીજી તરફ તેમના પરિવારજન થકી પાંચ લોકોને નવી જિંદગી મળશે તેમની ખુશી પણ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment