બોલો જય ગૌમાતા..! દુકાનમાં કામધેનુના પગલા પડ્યા અને દુકાનદારના તો ભાગ્ય જ ખુલી ગયા… આખી ઘટના વાંચીને તમને પણ વિશ્વાસ નહીં આવે…

Published on: 2:25 pm, Sun, 14 May 23

ભારત દેશમાં ગૌ માતાને(cow mother) માતા તરીકે પૂજવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં ગૌમાતાને પવિત્ર માનવામાં આવે છે. 36 કોટી દેવી-દેવતાઓનો વસવાટ ગૌમાતા ધરાવે છે તેવી આસ્થા હિન્દુ ધર્મમાં અનેક વર્ષોથી ચાલી આવી છે. ત્યારે નવસારી જિલ્લાના બીલીમોરા(Belimora) શહેરમાં આવેલી એક ટોય શોપમાં દેશી ગાય છેલ્લા કેટલાક વર્ષોથી પદ્માસન અવસ્થામાં બેસી જાય છે.

વેપારી પણ આ ગૌમાતા ને ફુલહાર ચડાવી મોજથી ધંધો કરે છે, એવું પણ કહી શકાય કે ગ્રાહકો પહેલા ગૌમાતા આવી જાય છે. બીલીમોરા સ્ટેશન રોડ પર જઈ બાલાજી ટોય્સ એન્ડ ગિફ્ટ ની દુકાન આવેલી છે, જેના માલિક છે દીપકભાઈ જેવો છેલ્લા 12 વર્ષથી અહીં ધંધો કરે છે. જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી એક ગાય દુકાને આવીને દુકાનની પ્રવેશ દ્વાર પાસે બેસવાનો નિત્યક્રમ બનાવી દીધો છે.

દુકાનમાં આવતા ગ્રાહકોને આ ગાય નુકસાન પહોંચાડતી નથી કે હેરાન કરતી નથી. આ ઉપરાંત ગાય દુકાનમાં ગંદકી પણ કરતી નથી, છેલ્લા પાંચ મહિનાથી ગૌમાતા સાથે એક વાછરડું પણ આવે છે. ગાય સાથે જ બેસી જાય છે, ઘણા લોકો ગાયને હડદૂત કરતા હોય છે, ત્યારે દીપકભાઈ ની ગૌભક્તિ સમગ્ર પંથકમાં ઉદાહરણ રૂપ બની છે.

દીપકભાઈના જણાવ્યા મુજબ ત્રણ વર્ષ અગાઉ અગિયારસના દિવસે દુકાન ખોલતા જ એક ગાય દુકાનમાં બેસી ગઈ હતી. ત્યારથી આ નિત્યક્રમ ચાલ્યો આવ્યો છે, દીપકભાઈ પણ ભગવાનની પૂજા કરતા પહેલા ગાય માતા ને હાર પહેરાવી ભગવાનની પૂજા કર્યા બરાબર માને છે.

ગાય માતા ને તેઓ પોતાની લકી માનીને તેમનો ધંધો પણ ચાલી રહ્યો છે, આ અંગે દિપકભાઈ ની દીકરી શ્રેયા ગાંધીએ જણાવ્યું હતું કે ગાય માતા સૌપ્રથમ અગિયારસના દિવસે અમારી શોપમાં આવ્યા હતા. ત્યારથી મારા પપ્પાએ પૂજા અગરબત્તી કરવાનું ચાલુ કર્યું, ત્યારથી રોજ ગાય અહીં બેસે છે.

પાછલા જન્મનું કંઈક હશે એટલે એ રોજ આવે છે, જ્યારથી ગાય આવે છે ત્યારથી અમારી શોપ અને અમારા ઘરમાં ખૂબ જ પ્રગતિ થઈ છે. હાલમાં રખડતી ગાયોના દ્રશ્યો ગુજરાતમાં બન્યા છે, કચરાપેટી માંથી પ્લાસ્ટિક ચરતી ગાયો ક્યારેક મોતને પણ ભેટે છે, તેની સામે બીલીમોરા ના વેપારી નો ગૌ પ્રેમ સમાજ માટે દિશા સૂચક છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બોલો જય ગૌમાતા..! દુકાનમાં કામધેનુના પગલા પડ્યા અને દુકાનદારના તો ભાગ્ય જ ખુલી ગયા… આખી ઘટના વાંચીને તમને પણ વિશ્વાસ નહીં આવે…"

Leave a comment

Your email address will not be published.


*