રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે લીંબડી-રાણપુર રોડ પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર કારોલ અને ભૃગુપુર ગામ વચ્ચે એક બાઇક અને કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિ અને બાઇકમાં સવારે અક્ર વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
ઉપરાંત અન્ય 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં બાઇક પર સવાર બે વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક રોડની સાઇડના ખાડામાં નીચે પડી ગઈ હતી.
આ ઉપરાંત કાર પણ રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી. મળતી માહિતી અનુસાર બોટાદના નિલેશભાઈ નારાયણભાઈ જોગરાણા ચુડા તાલુકાના મોજીદડ ગામે આવેલા ભાભી પૂજાબેન હીરાભાઈ અને તેમના બે વર્ષના પુત્રને લઈને બાઈક પર બોટાદ જઈ રહ્યા હતા.
આ ઉપરાંત ગોપાલભાઈ રતિભાઈ બાવળીયા તેમના મિત્રો સાથે ઝીંઝાવદર ગામ થી લગ્ન પતાવીને ચોટીલા તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં કાર અને ભૃગુપુર ગામ વચ્ચે ગુજરાત નિલેશભાઈ ની બાઈક અને ગોપાલભાઈની કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં બાઈકચાલક નિલેશભાઈ અને કાર ચાલક ગોપાલભાઈ નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઉપરાંત અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં કારમાં સવાર કાળુભાઈ ભરતભાઈ સોલંકી, નંદુબેન ડાયાભાઈ, પૂજાબેન ડાયાભાઈ, બીપીનભાઈ જગદીશભાઈ, નીતાબેન માધુભાઈને અકસ્માતમાં ઈજા પહોંચી હતી આ ઉપરાંત બાઈક પર સવાર પૂજા બેનને પણ અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં બાઇક પર સવાર બે વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment