સયાજી એક્સપ્રેસમાં દરવાજા પર ઊભેલી મહિલા ચાલતી ટ્રેનમાંથી પડી નીચે, મહિલાનું કરૂણ મૃત્યુ…

Published on: 12:16 pm, Wed, 24 November 21

કચ્છથી મુંબઈ આવી રહેલી ટ્રેનમાં દરવાજા પર ઊભેલી કચ્છી મહિલા પોતાનું સંતુલન ગુમાવે છે અને ચાલતી ટ્રેનમાંથી નીચે પડી જાય છે તેના કારણે મહિલાનું કરૂણ મૃત્યુ થાય છે. મળતી માહિતી અનુસાર કચ્છી સયાજીનગર એક્સપ્રેસમાં S-3 કોચમાં મુસાફરી કરતી બીજલ વીરા નામની 35 વર્ષીય મહિલા બોરીવલી સ્ટેશને ઉતરતા પહેલા ટ્રેન ભાયદંર નજીક પહોંચી હોય ત્યારે મહિલા ટ્રેન ના દરવાજા પર ઉભી રહે છે.

ત્યારે મહિલા અચાનક જ પોતાનું સંતુલન ગુમાવે છે અને ચાલતી ટ્રેનમાંથી નીચે પડી જાય છે ત્યાર બાદ મહિલાને ભાયદંરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. પરંતુ મંગળવારના રોજ સવારે મહિલાનું કરૂણ મૃત્યુ થાય છે.

આ સમગ્ર ઘટનાને લઇને ગવર્મેન્ટ રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પતિએ જણાવ્યું કે તેઓ કચ્છના દેવપર ગામના વતની અને મિરા રોડ ઇસ્ટ માં શાંતિ નગર ખાતે પ્રેમ કી રાણી ઈમારતમાં રહે છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાના પતિએ જણાવ્યું કે તેઓ 22 નવેમ્બરના રોજ પોતાની પત્ની સાથે સયાજીનગર એક્સપ્રેસ ટ્રેનમાં પોતાના વતન કચ્છ રહ્યા હતા.

ત્યારે લગભગ અંદાજે સોમવારના રોજ બપોરના એક વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર જ્યારે મહિલા દરવાજા પર ઊભી હતી ત્યારે મહિલાએ પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. અને તે બે ટ્રેકની વચ્ચે પડી હતી.

આ સમગ્ર ઘટનામાં મહિલાના માથાના અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ મંગળવારના રોજ સવારે મહિલાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં કરુણ મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સયાજી એક્સપ્રેસમાં દરવાજા પર ઊભેલી મહિલા ચાલતી ટ્રેનમાંથી પડી નીચે, મહિલાનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*