ભાઈના મોતના સમાચાર મળતા જ બહેને પાણીમાં કૂદીને સુસાઈડ કરી લીધું… ભાઈ-બહેનની એક સાથે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. મિત્રો સમગ્ર દેશભરમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગત શુક્રવારના રોજ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના ઘણા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. સતત 72 કલાકથી વરસાદ પડતો હતો જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને અનેક મકાન જરાસાઈ થયા હતા.

આવામાં ઘણા લોકો પાણીમાં પણ તને આવ્યા હતા. ત્યારે બજજુ ગામમાં રહેતો 19 વર્ષનો સંદીપ નામનો યુવક વરસાદી પાણીમાં ઘરની બહાર નીકળ્યો હતો. આ દરમિયાન પાણીના જોરદાર પ્રવાહ માટે તણાઈ ગયો હતો. પાણીનો પ્રવાહ આટલો જોરદાર હતો કે ગામના લોકો સંદીપ ને બચાવી પણ શક્યા નહીં.

ત્યાર પછી લગભગ એક કિલોમીટર દૂર સંદીપ મળી આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું બધું મોડું થઈ ગયું હતું. પાણીમાં ડૂબી જવાના કારણે સંદીપનું મોત થઈ ગયું હતું. સંદીપના મોતના સમાચાર મળતા જ તેના પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર પાણીમાં તણાયેલા સંદીપને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સંદીપના મોતના સમાચાર મળતા જ તેની 22 વર્ષની બહેન રેખા હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.

ભાઈનું મૃતદેહ જોઇને બહેન આઘાતમાં સરી પડી હતી. ભાઈનું મોત બહેન નથી સહન ન થતા બહેન પોતાના ઘરથી થોડીક દૂર આવેલા ખેતરમાં પહોંચી હતી. અહીં બહેન પાણીથી ભરેલા એક ખાડામાં કૂદીને સુસાઇડ કર્યું હતું. આ ઘટનામાં બહેનનું પણ પાણીમાં ડૂબી જવાના કારણે મોત થઈ ગયું હતું.

ભાઈના મોત બાદ બહેનનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યાર પછી તો ભાઈ અને બહેનની એક સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા અને અંતિમયાત્રામાં હાજર સૌ કોઈ લોકો રડી પડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*