સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ફર્નિચરની દુકાન ધરાવતા વેપારીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું… જાણો સમગ્ર ઘટના…

Published on: 12:14 pm, Tue, 1 August 23

સુરત શહેરમાં બનેલી સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સુરતના સીંગણપોર વિસ્તારમાં રહેતા અને ફર્નિચરની દુકાને ચલાવતા વેપારીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, વેપારીએ બે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું છે. વેપારીએ બે યુવકો પાસેથી આજે રૂપિયા લીધા હતા.

તેઓ દર મહિને 15 હજાર રૂપિયા વ્યાજ ચૂકવતા હતા ઉપરાંત તેઓએ ત્રણ લાખ રૂપિયા પણ ચૂકવી દીધા હતા. છતાં પણ બંને વ્યાજખોરો વધુ 3.30 લાખ રૂપિયા ની માંગણી કરી રહ્યા હતા અને વેપારી પાસે પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતા. જેનાથી વેપારી ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. એટલું જ નહીં પરંતુ વ્યાજખોરો વેપારીને ફર્નિચરની દુકાને તાળું મારી દેવાની ધમકી આપતા હતા.

આખરે આ બધાથી કંટાળીને વેપારીએ ગળાફાંસો ખાઈને પોતાનો જીવન ટૂંકાવી લીધું હતું. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંને વ્યાજખોરો સામે ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલ તરણકુંડ રોડ પર વિષ્ણુ નગર સોસાયટીમાં રહેતા પરેશભાઈ વિઠ્ઠલભાઈ આંબલીયા પોતાના ઘર પાસે નીલકંઠ એલ્યુમિનિયમ ફર્નિચર નામની દુકાન ચલાવતા હતા.

બે વર્ષ પહેલા આર્થિક સંડકામણના કારણે તેમને પૈસાની જરૂર હતી. જેથી પરેશભાઈ સંજયભાઈ અને પ્રવીણભાઈ નામના બે વ્યક્તિઓ પાસેથી પૈસા લીધા હતા. આ પૈસાના બદલે પરેશભાઈ દર મહિને 15000 રૂપિયા વ્યાજ ચૂકવતા હતા. તેઓ દર મહિને વ્યાજ તો આપતા જ હતા, આ ઉપરાંત પરેશભાઈ 3 લાખ રૂપિયા પણ ચૂકવી દીધા હતા.

ર પછી તો સંજયભાઈ અને પ્રવીણભાઈ બંને અવારનવાર પરેશભાઈ ને વધુ પૈસા માટે હેરાન કરવા લાગ્યા હતા. પછી બંને ભેગા મળીને પરેશભાઈ પાસેથી વધુ 3.30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આટલું જ નહિ પરંતુ પરેશભાઈ ને તેઓ કહેતા હતા કે પૈસા નહીં આપે તો દુકાને તાળું મારી દઈશું.

સંજયભાઈ અને પ્રવીણભાઈની પઠાણી ઉઘરાણી અને તેમના ત્રાસથી કંટાળીને પરેશભાઈ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. સમગ્ર ઘટનાને લઈને પરેશભાઈના ભાઈએ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ફર્નિચરની દુકાન ધરાવતા વેપારીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું… જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*