રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલાનું અચાનક જ કરુણ મોત… જાણો મહિલા સાથે અચાનક એવું તો શું થયું…

Published on: 1:03 pm, Tue, 1 August 23

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. અમુક વખત એવી ઘટનાઓ બનતી હોય છે જેના વિશે સાંભળીને આપણે પણ વિચારમાં પડી જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના ગુજરાતના રાજકોટ શહેરમાંથી સામે આવી રહે છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી એક મહિલાનું અચાનક જ મોત થયું છે.

મહિલાનું મોત થતા જ તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં રામનગર શેરી નંબર પાંચમાં રહેતા જશુબેન વિનોદભાઈ મકવાણા સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં સર્વન્ટ તરીકે પોતાની ફરજ બજાવતા હતા.

ગઈકાલે રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ જશુબેન પોતાની નોકરી પર હાજર હતા. જશુબેન નાઈટ ડ્યુટીમાં ફરજ બજાવતા હતા. સવારે 5:00 વાગ્યાની આસપાસ તેઓ ઇમર્જન્સી વોર્ડમાં હતા. ત્યારે અચાનક જ તેમને ગભરામણ થવા લાગી હતી અને તેમને છાતીમાં દુખાવો શરૂ થઈ ગયો હતો.

જશુબેન કાંઈ સમજે તે પહેલા તો તેઓ અચાનક જ બેભાન થઈને ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક તમામ પ્રકારની સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેમને કોઈ પણ પ્રકારની સારવાર કારગત નિવડે તે પહેલા તો તેમનું મોત થઈ ગયું હતું.

ત્યારબાદ આ ઘટનાની જાણ જશુબેનના પરિવારજનોને કરવામાં આવી હતી. આ ઘટનાની માહિતી મળતા જ પ્રધુમનનગર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ તેમને જશુબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલાનું અચાનક જ કરુણ મોત… જાણો મહિલા સાથે અચાનક એવું તો શું થયું…"

Leave a comment

Your email address will not be published.


*